31 Oct, 2024

મુંબઈ ઈન્ડિયન્સે 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. 

મુંબઈ ઈન્ડિયન્સે 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, તિલક વર્માનો સમાવેશ થાય છે.

દિલ્હીની ટીમે અક્ષર પટેલ સહિત 4 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે આશ્ચર્યજનક નિર્ણય લીધો છે અને તેના કેપ્ટન શ્રેયસ અય્યરને રીલીઝ કર્યો છે. KKRએ 6 ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાંથી રિંકુ સિંહને સૌથી વધુ 13 કરોડ રૂપિયા મળ્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 3 ખેલાડીઓને રિટેન કરીને સૌને ચોંકાવી દીધા હતા. RCBએ સૌથી વધુ 21 કરોડ રૂપિયામાં વિરાટ કોહલીને રિટેન કર્યો છે.

રાજસ્થાન રોયલ્સે 6 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં કેપ્ટન સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને 18-18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાંથી હેનરિક ક્લાસેન 23 કરોડ રૂપિયામાં ટીમમાં રહેશે. કેપ્ટન પેટ કમિન્સને 18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.

લખનૌ સુપરજાયન્ટ્સે તેમના કેપ્ટન કેએલ રાહુલને રિટેન કર્યો નથી.

ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં રૂતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજાને 18-18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાનને 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જ્યારે કેપ્ટન શુભમન ગિલને 16.5 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.

પંજાબ કિંગ્સે 2 ખેલાડીઓને રિટેન કર્યા છે.