વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનો દબદબો વધ્યો, ચીનનું ઘટી રહ્યું છે વર્ચસ્વ

|

May 04, 2024 | 9:51 AM

અમેરિકા અને ચીન વચ્ચેનું અંતર વધી રહ્યું છે અને તે અમેરિકાની ગતિશીલતા અને સ્થિરતાનો પુરાવો છે. લગભગ બે દાયકા સુધી, ચીને વિશ્વની ફેક્ટરીની ભૂમિકા ભજવી હતી, પરંતુ આજે તે ઘણા આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. ચીનના રિયલ એસ્ટેટ સેક્ટરનો લગભગ ત્રીજા ભાગનો હિસ્સો ગહન સંકટમાં છે અને તેના પતનથી ત્યાંના બેન્કિંગ સેક્ટરને પણ અસર થઈ રહી છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનો દબદબો વધ્યો, ચીનનું ઘટી રહ્યું છે વર્ચસ્વ
indian economy

Follow us on

અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તેનું યોગદાન વધી રહ્યું છે. IMF અનુસાર યુએસનો હિસ્સો 26% સુધી પહોંચવાની સંભાવના છે, જે પાછલા બે દાયકામાં સૌથી વધુ છે. એક દાયકા પહેલાં અમેરિકાનું યોગદાન યુરોપિયન યુનિયન અને બ્રિટન કરતાં વધુ હતું, પરંતુ હવે અમેરિકાનું યોગદાન તેમના સંયુક્ત યોગદાન કરતાં વધુ થઈ ગયું છે.

બેન્કિંગ સેક્ટરને પણ થઈ રહી છે અસર

આ દરમિયાન ચીનનો હિસ્સો ઘટી રહ્યો છે અને 2024માં ઘટીને 17% થવાની સંભાવના છે. અમેરિકા અને ચીન વચ્ચેનું અંતર વધી રહ્યું છે અને તે અમેરિકાની ગતિશીલતા અને સ્થિરતાનો પુરાવો છે. લગભગ બે દાયકા સુધી ચીને વિશ્વની ફેક્ટરીની ભૂમિકા ભજવી હતી, પરંતુ આજે તે ઘણા આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. ચીનના રિયલ એસ્ટેટ સેક્ટરનો લગભગ ત્રીજા ભાગનો હિસ્સો ગહન સંકટમાં છે અને તેના પતનથી ત્યાંના બેન્કિંગ સેક્ટરને પણ અસર થઈ રહી છે.

ચાઈના પ્લસ વનની પોલિસી

વિદેશી કંપનીઓ અને રોકાણકારો હવે ચીન તરફ પીઠ ફેરવી રહ્યા છે, જ્યારે ઘણી વિદેશી કંપનીઓ “ચાઈના પ્લસ વન”ની નીતિ અપનાવી રહી છે. ત્યાં બેરોજગારીની સમસ્યા ઝડપથી વધી રહી છે અને ચીન-અમેરિકા તણાવ પણ ઓછો થઈ રહ્યો નથી. ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંખ્યાબંધ મુદ્દાઓ પર તણાવ છે અને ચીની સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના નામે કડક નિયમોને પ્રોત્સાહન આપ્યું છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ચીનનો હિસ્સો ઘટી રહ્યો છે

વર્ષ 2006માં વૈશ્વિક અર્થતંત્રમાં યુરોપિયન યુનિયન અને બ્રિટનનું યોગદાન 30% હતું, જે હવે ઘટીને લગભગ 21% થઈ ગયું છે. 2006માં પણ ચીનનો હિસ્સો પાંચ ટકા હતો, જે 2020માં વધીને લગભગ 19% થયો હતો, પરંતુ 2021થી તે સતત ઘટાડાનો સામનો કરી રહ્યું છે અને આ વર્ષે તેનો હિસ્સો 17% સુધી રહેવાનો અંદાજ છે. આ સમયગાળા દરમિયાન જાપાનનો હિસ્સો પણ ઘટીને લગભગ 4% થવાની ધારણા છે.

જાપાનને પાછળ છોડી દેશે તેવી આશા

2006માં જાપાનનો હિસ્સો લગભગ આઠ ટકા હતો. વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો હિસ્સો સતત વધી રહ્યો છે અને આ વર્ષે તે જાપાનની બરાબર ચાર ટકા સુધી પહોંચવાની ધારણા છે. ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં જાપાનને પાછળ છોડી દેશે તેવી અપેક્ષા છે.

IT સેક્ટર મોટી ભૂમિકા ભજવી રહ્યું છે

હાલમાં ભારતમાં લગભગ તમામ ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે, પરંતુ કેટલાક ક્ષેત્રો એવા છે જે ટોપ પર્ફોર્મર્સની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમાંથી પ્રથમ નંબર IT છે, ત્યારબાદ હેલ્થકેર, FMCG, રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે છે. આઇટી સેક્ટર વિશે વાત કરતાં સ્ટેટિસ્ટાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં તે $26.73 બિલિયનનું માર્કેટ સાઈઝ ધરાવતું સેક્ટર છે, જે 2029 સુધીમાં $44 બિલિયનનું સેક્ટર બની જશે.

IT સેક્ટરમાં વિકાસની ગતિ જોવા મળી રહી છે

આ અંગે જ્યારે અમે એમિટી સોફ્ટવેરમાં કામ કરતા એક સિનિયપ ટેક એક્સપર્ટને પૂછ્યું કે, તેઓ શું માને છે કે હાલમાં IT સેક્ટરમાં વિકાસની ગતિ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, હાલમાં માર્કેટમાં સોફ્ટવેરની ઘણી માગ જોવા મળી રહી છે. ભારતીય કંપનીઓને અમેરિકા, કેનેડા અને અન્ય દેશોમાંથી પણ પ્રોજેક્ટ મળી રહ્યા છે. તેનું એક કારણ એ છે કે ઓછી કિંમતે બેસ્ટ સર્વિસ આપવી. તેમનું કહેવું છે કે તેમની કંપની પણ આના પર ફોકસ કરે છે.

Next Article