Budget 2024 : બજેટના દિવસે શેરબજારનો મિજાજ કેવો રહે છે? જુઓ સેન્સેક્સ-નિફ્ટીનો ટ્રેન્ડ

Share Market Reaction on Budget: નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સત્તા સંભાળી હતી. આ વર્ષથી જુલાઈ 2024 સુધીમાં કુલ 12 વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આમાંથી બે વચગાળાના બજેટ હતા.

Budget 2024 : બજેટના દિવસે શેરબજારનો મિજાજ કેવો રહે છે? જુઓ સેન્સેક્સ-નિફ્ટીનો ટ્રેન્ડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2024 | 7:51 AM

Share Market Reaction on Budget: નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સત્તા સંભાળી હતી. આ વર્ષથી જુલાઈ 2024 સુધીમાં કુલ 12 વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આમાંથી બે વચગાળાના બજેટ હતા. પ્રથમ વચગાળાનું બજેટ 2019માં અને બીજું 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.

7 વખત શેરબજારની પ્રતિક્રિયા સારી રહી ન હતી

કેડિયા એડવાઈઝરીના અજય કેડિયાએ NSE ડેટા પર રિપોર્ટ આપ્યો છે. આરિપોર્ટમાં જણાવાયું છે કે કુલ 7 વખત શેરબજારની પ્રતિક્રિયા સારી રહી ન હતી. મોદી સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ 10 જુલાઈ 2014ના રોજ આવ્યું હતું. આ દિવસે નિફ્ટી 0.23 ટકા ઘટીને 7567.75 પર આવી ગયો હતો. જો કે પછીના 7 દિવસમાં નિફ્ટી 0.96 ટકા ઉછળીને 7640.45ના સ્તરે પહોંચી ગયો હતો.

આ રિપોર્ટ અનુસાર મોદી સરકારના બીજા બજેટના દિવસે 25 ફેબ્રુઆરી 2015ના રોજ બજારની પ્રતિક્રિયા સકારાત્મક હતી. નિફ્ટી નજીવો વધ્યો હોવા છતાં 0.06 ટકા વધીને 8767.25 ના સ્તરે હતો. બજેટના સાત દિવસ બાદ નિફ્ટી 1.77 ટકા વધીને 8922.65 પર પહોંચ્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

29 ફેબ્રુઆરી 2016ના રોજ રજૂ થયેલા ત્રીજા બજેટના દિવસે નિફ્ટી 0.61% ઘટીને 6987 પર બંધ થયો હતો. સાત દિવસ પછી શેરબજાર બાઉન્સ બેક થયું અને નિફ્ટી 7.13 ટકાના ઉછાળા સાથે રોકેટની જેમ 7485ના સ્તરે પહોંચી ગયો.

1 ફેબ્રુઆરી 2017 ના રોજ બજેટની રજૂઆતના દિવસે નિફ્ટી 1.81% ના વધારા સાથે સુપર ફાસ્ટ ટ્રેન સમાન બની હતી. નિફ્ટી જે આ દિવસે 8716 પર બંધ થયો હતો, તે પછીના 7 દિવસમાં 0.60% વધીને 8769 પર પહોંચી ગયો હતો. બીજી તરફ 2018 માં નિફ્ટી બજેટના દિવસે 0.10% ના ઘટાડા સાથે 11016 ના સ્તર પર બંધ થયો હતો. પરંતુ પછીના 7 દિવસમાં તેમાં 3.99% નો ઘટાડો નોંધાયો.

મોદી સરકારના પ્રથમ વચગાળાના બજેટના દિવસે બજારની સ્થિતિ

મોદી સરકારે 1 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ દિવસે નિફ્ટી 0.58% ઉછળીને 10893 પર બંધ થયો હતો. એક સપ્તાહ બાદ તે 0.46 ટકા વધીને 10943 પર પહોંચ્યો હતો. આ પછી, મોદીએ 2019ની ચૂંટણીમાં અદભૂત સફળતા નોંધાવી અને 5 જુલાઈ 2019ના રોજ બીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કર્યું. આ દિવસે બજારે સારી પ્રતિક્રિયા આપી ન હતી અને નિફ્ટી 1.14% ઘટીને 11811 પર બંધ થયો હતો. આગામી સાત દિવસ પછી પણ બજાર ઘટાડામાંથી બહાર આવ્યું નથી અને 2.19 ટકા ઘટીને 11552ના સ્તરે આવી ગયું છે.

બજેટ પછી અને આગામી સાત દિવસ બજારની સ્થિતિ

  1. 1 ફેબ્રુઆરી 2020 ના રોજ બજેટના દિવસે, નિફ્ટી 2.51% ના ડાઇવ સાથે 11661 પર બંધ થયો. તે પછીના સાત દિવસમાં 3.34%ના વધારા સાથે 12098 પર બંધ રહ્યો હતો.
  2. 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ બજેટના દિવસે શેરબજારમાં ઉછાળો આવ્યો. નિફ્ટી 4.74 ટકા વધીને 14281 પર પહોંચ્યો હતો. પછીના સાત દિવસમાં તે 5.84% વધીને 15115 પર પહોંચી ગયો હતો.
  3. 1 ફેબ્રુઆરી 2022 ના રોજ બજેટની રજૂઆતના દિવસે, નિફ્ટી 1.37% વધીને 17576 પર પહોંચ્યો અને પછીના 7 દિવસમાં તે 1.76% ઘટીને 17266 પર પહોંચ્યો હતો.
  4. બજેટના દિવસે 1 ફેબ્રુઆરી 2023 ના રોજ, નિફ્ટી 0.26% ઘટીને 17616 ના સ્તરે બંધ થયો. એક સપ્તાહ બાદ તે 1.45 ટકા વધીને 17871 પર હતો.
  5. 1 ફેબ્રુઆરી 2024 ના રોજ વચગાળાના બજેટના દિવસે, સેન્સેક્સ 71998.78 પર ખુલ્યો અને 71645 પર બંધ થયો. અગાઉ 31 જાન્યુઆરીએ તે 71,752.11 પર બંધ થયો હતો. બજેટ દિવસ પછી 7 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 72,152.00 ના સ્તરે પહોંચ્યો હતો.

આ પણ વાંચો : Budget 2024 : બજેટ કેવી રીતે જોઈ શકાશે Live? નાણામંત્રીના ભાષણ પર આ રીતે રાખો નજર

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">