Sensex ની Top-10 કંપનીઓ પૈકી 7ના માર્કેટ કેપમાં રૂપિયા 1.16 લાખ કરોડનો ઘટાડો થયો, જાણો કોણ રહ્યું Top Loser

|

Jan 29, 2024 | 7:23 AM

સેન્સેક્સની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી સાત કંપનીઓના સામૂહિક માર્કેટ કેપમાં ગયા સપ્તાહે રૂપિયા 1.16 લાખ કરોડનો ઘટાડો થયો હતો. HDFC Bankને સૌથી વધુ નુકસાન થયું છે. ઓછા ટ્રેડિંગ સેશન સાથે સપ્તાહ દરમિયાન BSE સેન્સેક્સ 982.56 પોઈન્ટ અથવા 1.37 ટકા તૂટ્યો હતો.

Sensex ની Top-10 કંપનીઓ પૈકી 7ના માર્કેટ કેપમાં રૂપિયા 1.16 લાખ કરોડનો ઘટાડો થયો, જાણો કોણ રહ્યું Top Loser

Follow us on

સેન્સેક્સની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી સાત કંપનીઓના સામૂહિક માર્કેટ કેપમાં ગયા સપ્તાહે રૂપિયા 1.16 લાખ કરોડનો ઘટાડો થયો હતો. એચડીએફસી બેંકને સૌથી વધુ નુકસાન થયું છે. ઓછા ટ્રેડિંગ સેશન સાથે સપ્તાહ દરમિયાન BSE સેન્સેક્સ 982.56 પોઈન્ટ અથવા 1.37 ટકા તૂટ્યો હતો.

ટોપ-10 વેલ્યુએશન કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, એચડીએફસી બેંક, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલીવર, આઈટીસી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો.બીજી તરફ આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ અને ભારતીના માર્કેટ કેપમાં ઘટાડો થયો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહમાં એચડીએફસી બેંકનું માર્કેટ કેપ રૂપિયા 32,661.45 કરોડ ઘટીને રૂપિયા 10,90,001.31 કરોડ થયું હતું. LICનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 20,682.74 કરોડ ઘટીને 5,71,337.04 કરોડ થયું છે.

સેન્સેક્સની ટોચની 10 કંપની

Company Name Closing Market Capitalization ( Cr.)
RELIANCE INDUSTRIES LTD. 2710.35 1833737.6
TATA CONSULTANCY SERVICES LTD. 3808.2 1393439.94
HDFC Bank Ltd 1435.3 1090001.31
ICICI BANK LTD. 1009.9 708511.16
INFOSYS LTD. 1670.8 693457.65
BHARTI AIRTEL LTD. 1159.85 652407.83
Life Insurance Corporation of India 903.3 571337.04
HINDUSTAN UNILEVER LTD. 2430.1 570974.17
ITC LTD. 455.45 568262.28
STATE BANK OF INDIA 612.9 546989.47

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં ઘટાડો

TCSનું માર્કેટ કેપ રૂપિયા 19,173.43 કરોડ ઘટીને રૂપિયા 13,93,439.94 કરોડ થયું હતું અને SBIનું મૂડીકરણ રૂપિયા 16,599.77 કરોડના નુકસાન સાથે ઘટીને રૂપિયા 5,46,989.47 કરોડ થયું હતું. ITCનું માર્કેટ કેપ રૂપિયા 15,908.1 કરોડ ઘટીને રૂપિયા 5,68,262.28 કરોડ અને હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટકેપ રૂપિયા 9,210.4 કરોડના નુકસાન સાથે રૂપિયા 5,70,974.17 કરોડ ઘટીને રૂપિયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 1,928.22 કરોડ ઘટીને રૂપિયા 18,33,737.60 કરોડ થયું હતું. આ ટ્રેન્ડથી વિપરીત ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂપિયા 20,727.87 કરોડ વધીને રૂપિયા 6,52,407.83 કરોડ પર પહોંચી ગયું છે.

ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી
છૂટાછેડા પછી આ ક્રિકેટરોના જીવનમાં આવી નવી હસીનાઓ
ઉનાળામાં ફુદીનો ખાવાના ફાયદા જાણો
અભિનેતાની પત્નીને 7 વર્ષ પછી ફરી બ્રેસ્ટ કેન્સર થયું
અમાસના દિવસે ગાયને શું ખવડાવવું જોઈએ?

ઇન્ફોસિસે રૂપિયા 9,151.75 કરોડ ઉમેર્યા અને તેનું મૂલ્યાંકન રૂપિયા 6,93,457.65 કરોડ થયું. ICICI બેન્કનું માર્કેટ કેપ રૂપિયા 1,137.37 કરોડ વધીને રૂપિયા 7,08,511.16 કરોડ થયું છે. ટોપ-10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી છે. તે પછી TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, LIC, હિન્દુસ્તાન યુનિલિવર, ITC અને SBIનો નંબર આવે છે.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article