Bhakti : ધરતી ઉપર પ્રભુનું નામ સદાયને માટે અમૃત સમાન છે

જે મનુષ્ય મારું ભજન કરે છે મારું સ્મરણ કરે છે એ જીવ મારા પરમધામમાં નિવાસ કરે છે. પરમાત્મા નિજધામમાં પરત ફરે છે. તેમ છતાં એમનું નામ ધરતી ઉપર સદાયને માટે અમૃત સમાન બનીને અનેક જીવોનું કલ્યાણ કરે છે. ભગવાન કરતાં પણ ભગવાનના નામનો મહિમા શાસ્ત્રોમાં જોવા મળે છે.

Bhakti : ધરતી ઉપર પ્રભુનું નામ સદાયને માટે અમૃત સમાન છે
ભગવાન શ્રી રામ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 04, 2021 | 1:48 PM

લેખકઃ શ્રી રામેશ્વરબાપુ હરિયાણી, સુપ્રસિદ્ધ કથાકાર

આપણી સનાતનીય પરંપરા અને શાસ્ત્રો પુરાણો-ઉપનિષદો વેદોમાં ભગવાનના ચોવીસ અવતારોની કથાનું દિવ્ય દર્શન થાય છે. આપણે ત્યાં ચાર યુગનું વિશેષ મહત્વ રહ્યું છે. જેમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ આ ચારેય યુગનું ચક્ર પૂર્ણ થાય એને મહાયુગ ચક્ર કહેવામાં આવે છે. સૃષ્ટિની ઉત્પત્તિથી વિનાશ સુધીના સમયને એક બ્રહ્મદિન (કલ્પ) કહેવાય છે. એક કલ્પમાં ચૌદ મન્વન્તર ગણવામાં આવે છે. દરેક મન્વન્તરમાં 71 ચર્તુયોગનો સમાવેશ થાય છે. હાલ સાતમાં વૈવસ્વત મન્વંતરમાં અઠ્યાવીસમો યુગ કલિયુગ ચાલી રહ્યો છે.

આ પ્રમાણે સૃષ્ટિ ઉત્પત્તિ થયાને 1,97,29,49,117 વર્ષ થયા છે. યુગ પ્રમાણે સતયુગ 17,28,000 વર્ષનો છે. જ્યારે ત્રેતાયુગ 12,96,000 વર્ષનો છે. દ્વાપરયુગ 8,64,000 વર્ષનો છે. જ્યારે કલિયુગ 4,32,000 વર્ષનો છે અને ચારેય ભેગા કરીએ તો 43,20,000 વર્ષનો એક મહાયુગ ગણાય છે.

બધાય યુગોમાંથી ભગવાનને ભજવા માટે કલિયુગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણા સંતો અને ભજનાનંદી મહાપુરૂષોનું માનવું છે કે કલિયુગ તો હરિભજન કરવાની મૌસમ છે. માટે દરેક વ્યક્તિએ પોતાની રીતે જીવના કલ્યાણ માટે લોભ-મોહ અને સાંસારિક માથાકૂટ છોડીને હરિના ભજન તરફ પોતાના વિવેક પ્રમાણે આગળ વધવું જોઇએ. આમ તો દરેક યુગમાં પરમાત્મા પૃથ્વી ઉપર લીલા કરવા માટે આવે જ છે.

આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો

પૃથ્વી ઉપર જ્યારે જ્યારે પાપાચાર, દુરાચાર, વ્યભિચાર, સત્યના સ્થાને અસત્ય વધવા લાગે છે. સાધુ, સંતો, વિપ્રો અને સજ્જન પુરૂષો દુર્જનોના પાપથી દુ:ખી થાય છે. દુર્જનોના ત્રાસથી પીડાવા લાગે છે. ત્યારે સ્વયં નિરાકાર બ્રહ્મ સ્વરૂપ સાકાર રૂપ લઇને ધરતી ઉપર લીલા કરવા માટે પધારે છે. રામચરિત માનસમાં તો તુલસીદાસજી કહે છે કે ભગવાન રામ અયોધ્યામાં મનુષ્યરૂપમાં કોની સેવા કરવા પધાર્યા છે. જેના જવાબમાં તુલસીદાસજી પોતે જ સમાધાન આપતા કહે છે.

બિપ્ર ધેનું સુર સંત હિત ભીન્હ મનુજ અવતાર | નિજ ઇચ્છા નિર્મિત તનુ માયા ગુન ગો પાર ||

ભૂદેવ, ગાય, દેવતા અને સંતોના માટે થઇને પરમાત્મા રામના રૂપમાં રઘુકુળમાં પધાર્યા છે. જેમની રક્ષા માટે અનેક રાક્ષસોને મારીને અધર્મની જગ્યાએ ધર્મની સ્થાપના કરી છે. આજ કામ દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણએ કર્યું છે. પરંતુ દરેક યુગમાં પરમાત્માના ચરિત્ર કરતા એમના નામનો મહિમા વિશેષ બની જતો હોય છે. ભગવાન તો ધરતી પર લીલાપૂર્ણ કરીને પોતાના નિજ ધામમાં પાછા જતા હોય છે. કારણ કે પ્રભુનું પણ એક નિજધામ છે.

ભગવાન કૃષ્ણ સ્વયં ગીતાજીના પંદરમાં અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં કહે છે કે, ન તદ્ ભાસયતે સૂર્યો ન શશાકો ન પાવક | યદ્ ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ||

જે મનુષ્ય મારું ભજન કરે છે મારું સ્મરણ કરે છે એ જીવ મારા પરમધામમાં નિવાસ કરે છે. પરમાત્મા નિજધામમાં પરત ફરે છે. તેમ છતાં એમનું નામ ધરતી ઉપર સદાયને માટે અમૃત સમાન બનીને અનેક જીવોનું કલ્યાણ કરે છે. ભગવાન કરતાં પણ ભગવાનના નામનો મહિમા શાસ્ત્રોમાં જોવા મળે છે. સતયુગમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે હજારો વર્ષ સુધી ધ્યાન કરવું પડતું હતું જ્યારે ત્રેતાયુગમાં યજ્ઞથી પ્રભુ પ્રસન્ન થતા હતા જ્યારે દ્વાપરયુગમાં દાનનો વિશેષ મહિમા રહ્યો હતો જ્યારે કલિયુગમાં તો ધ્યાનની જરૂર નથી. આજે માણસ ધ્યાનમાં બેસી શકશે જ નહીં કારણ કે ધ્યાનનો યુગ નથી.

હા આપણે બધાએ કલિયુગમાં કપટી, અધર્મીઓનું ધ્યાન રાખવાની જરૂર છે. એવા લોકોએ જ અધર્મનો ફેલાવો કર્યો છે જેના કારણે ધર્મવાન લોકો પરેશાન થાય છે. તો કલિયુગમાં ધ્યાન કરવાની જરૂર નથી. યજ્ઞ કરવાની જરૂર નથી દાન આપવાની જરૂર નથી. હા ઉપરોક્ત બાબતમાં ભગવાને શક્તિ આપી હોય તો યજ્ઞ અને દાન પુણ્ય કરી શકાય છે. બાકી કોઇ એમ કહે કે તમે દાન આપો તો જ તમને મોક્ષ પ્રાપ્ત થાય તો એ કહેનાર અને સાંભળનાર બંને અજ્ઞાની છે. કલિયુગમાં મોક્ષ તો કેવળ હરિનું સ્મરણ જ આપી શકે છે. કલિયુગમાં પ્રભુનું નામ જ મનુષ્ય માટે ઉદ્ધારક અને સંસાર તારક છે. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ કલિયુગ અને રામનામનો મહિમા સુંદર ગાયો છે.

(ચો) કલિયુગ કેવલ નામ અધારા | સુમિર સુમિર નર પાવહિ પારા || ઉલટા નામ જપાજપ જાના | વાલ્મીકી ભયે સિદ્ધ સમાના ||

વાલીયા નામનો લૂંટારો કોઇ ગુરુના મંત્ર ઉપદેશથી રામની જગ્યાએ મરા મરા મરા કરીને ભગવાનના જપ કરવા લાગ્યો અને અંતે એ લૂંટારો પ્રભુની કૃપાથી વાલ્મીઋષિ બની ગયા જેણે સમગ્ર સંસારને વાલ્મીકી રામાયણ આપી છે. રામનામમાં આટલી તાકાત છે જે ઘરમાં રામનું નામ સતત ગૂંજતુ હશે ત્યાં પરમાત્મા નિત્ય નિવાસ કરતા હોય છે. રામનામની તાકાત બહું જ મોટી છે. આપણાં ગુજરાતમાં વીરપુર ગામમાં લુહાણા જ્ઞાતિમાં જલારામબાપા થયા જેણે રામનામ અને પ્રસાદથી સમગ્ર જગતમાં પ્રકાશ પાડ્યો છે.

જલારામાબાપા પોતાના ઓટલે સતત રામનામની સાથે ભોજન પીરસતા હતા અને એ જલારામબાપાના ઓટલે ચૌદ બ્રહ્માંડના નાથને સાધુના વેશમાં આવવું પડ્યું પણ જલારામબાપાના રામનામની તાકાતે અને ભોજનના પ્રકાશે ભગવાનને પણ ભોંઠા પાડી દીધા હતા આજે પણ એજ ભાવથી વિરપુરધામમાં પ્રસાદ અપાય છે. રામનામની તાકાત આપણને સમજાશે નહીં રામનામ શું છે ? એ તો કોઇ જલારામબાપા જેવા મહાપુરૂષો જ બતાવી શકે છે. ભલે આપણે રામનામને ન જાણી શકીએ પણ જલારામ બાપા જેવા રામના ભક્તના પગલે પગલે ચાલીશું તો પણ રામની કૃપા આપણી ઉપર વરસવા લાગશે.

આજે કલિયુગમાં ખોટી અંધશ્રધ્ધાઓમાંથી બહાર આવીને આપણી મૂળ સનાતન પરંપરાના ગ્રંથો કે શાસ્ત્રોને બરાબર વાંચીને સમજીને પરમાત્માનું ભજન કરવું જોઇએ. જીવનમાં સાચો મંત્ર કે સાચા ગુરૂ મળી જશે તો જ પોતાનું પોતાના પરિવારનું કલ્યાણ થશે. બાકી જીવન અધોગતિ તરફ જશે માટે આપણે વડીલો જેને પણ માનતા આવ્યા છે જે પણ ગુરૂની પરંપરા હતી એનો સ્વીકાર કરીને જીવવને સાર્થક બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

આ પણ વાંચો : કયા પાંચ કારણના લીધે શ્રીરામે ધરતી પર લીધો જન્મ ? જાણો રામચરિત માનસનું અદભુત વર્ણન

આ પણ વાંચો : શ્રીમદ્ ભાગવતમાં પણ રામજન્મની કથાનું વર્ણન, જાણો ઇક્ષ્વાકુ વંશમાં શા માટે થયું શ્રીરામનું પ્રાગટ્ય ?

ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
g clip-path="url(#clip0_868_265)">