Bhakti : કયા પાંચ કારણના લીધે શ્રીરામે ધરતી પર લીધો જન્મ, જાણો રામચરિત માનસનું અદભુત વર્ણન

જય-વિજયને ઋષિઓનો શ્રાપ લાગ્યો જેના કારણે ભગવાન રામ પૃથ્વી ઉપર આવ્યા છે. ભગવાન રામનું પૃથ્વી ઉપર આવવાનું અન્ય એક કારણ દેવી વૃંદા પણ છે !

Bhakti : કયા પાંચ કારણના લીધે શ્રીરામે ધરતી પર લીધો જન્મ, જાણો રામચરિત માનસનું અદભુત વર્ણન
જય શ્રીરામ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 30, 2021 | 7:58 AM

લેખકઃ શ્રી રામેશ્વરબાપુ હરિયાણી, સુપ્રસિદ્ધ કથાકાર

રામચરિત માનસ એ સંસારમાં હાલતું ચાલતું માનસરોવર છે. આ માનસરોવરમાં ચાર ઘાટ છે. રામચરિત માનસમાં ચાટ ઘાટ પર રામની ગાથા કથાના રૂપમાં ગવાઇ છે. ચાર સંવાદરૂપે રામચરિત માનસના ઘાટ પર અલગ અલગ વક્તાએ શ્રોતાને કથા સંભળાવી છે. પ્રથમ ઘાટ ઉપર સ્વયં ભગવાન શિવે-પાર્વતીને કથા સંભળાવી છે. જેને જ્ઞાનઘાટ કહેવામાં આવે છે. માનસના બીજા ઘાટ ઉપર ભુશુંડી મહારાજ ગરૂડજીને રામકથા સંભળાવે છે. જેને ભક્તિઘાટ કહેવાય છે. માનસના ત્રીજા ઘાટ પર યાજ્ઞવલ્કયઋષિ પ્રયાગરાજમાં વટવૃક્ષની નીચે ભારદ્વાજ ઋષિને રામકથા સંભળાવે છે જેને આપણા સંતો કર્મઘાટ કહે છે. જ્યારે તુલસીદાસજીએ ચોથો ઘાટ ઉભો કર્યો છે. કારણકે તુલસીદાસજી બીજા કોઇને કથા સંભળાવતા નથી. સ્વયં સરયુનદીના કિનારે બેસીને અયોધ્યામાં પોતાના મનને કથા સંભળાવે છે માટે તુલસીદાસજીના ચોથા ઘાટનું નામ શરણાગતિનો ઘાટ છે.

તુલસીદાસજીએ એંશી વર્ષની ઉંમરે રામચરિતમાનસની રચના કરી છે અને એ પણ ભગવાન શિવ અને હનુમાનજીને સાથે રાખીને. જ્યાં જ્યાં તુલસીદાસજીની કલમ અટકી છે, ત્યાં ત્યાં શ્રી હનુમાનજીએ કલમ ઉપાડીને રામકથા પૂર્ણ કરી છે. માટે ભગવાન શિવે સહી કરી અને લખ્યું કે સત્યં, શિવમ્ અને સુન્દરમ્. જ્યારે તુલસીદાસજીએ આટલા મોટા ગ્રંથની રચના કર્યા પછી કહ્યું કે હું તો મતિમંદ હતો પણ મારા રામની કૃપા ઉતરી માટે હું આ કાર્યને પૂર્ણ કરી શક્યો આનું નામ શરણાગતિ છે. અને જે શરણાગતિનો સ્વીકાર કરી શકે એ જ પ્રભુના પ્રેમને પામી શકે છે બાકી તો જીવન અને જીંદગી બંને વેડફાઇ જાય છે.

તુલસીદાસજી એ રામચરિત માનસમાં ભગવાન રામના પ્રાગટ્યની જન્મની કથા દિવ્ય રીતે ગાઇ છે. ભગવાન રામ મનુષ્યરૂપે પૃથ્વી ઉપર આવ્યા એના પાંચ કારણો બતાવ્યા છે. જેમાં પ્રથમ કારણ જય-વિજયને ઋષિઓનો શ્રાપ લાગ્યો જેના કારણે ભગવાન રામ પૃથ્વી ઉપર આવ્યા છે. ભગવાન રામનું પૃથ્વી ઉપર આવવાનું બીજું કારણ વૃંદા છે. વૃંદાના શ્રાપને કારણે ભગવાન અયોધ્યામાં પધાર્યા છે. ત્રીજુ કારણ દેવર્ષિ નારદજીનો શ્રાપ લાગ્યો છે.

ચોથું કારણ મનુ અને શતરૂપા રાણી છે. મનુ-શતરૂપા તપ કરીને નારાયણને પ્રસન્ન કરે છે. નારાયણ પ્રસન્ન થાય છે. વરદાન માંગવાનું કહે છે. ત્યારે શતરૂપા રાણી નારાયણને કહે છે કે મને તમારા જેવો પુત્ર જન્મે. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે મારા જેવો બીજો કોઇ ન હોય હું પોતે જ તમારા ઘરે પુત્ર બનીને આવીશ. માટે બીજા જન્મમાં મનુ મહારાજ અને શતરૂપા રાણી અયોધ્યામાં દશરથ અને કૌશલ્યા બન્યા અને સ્વયં નારાયણ રામ બનીને અયોધ્યામાં આવ્યા છે. છેલ્લે પાંચમું કારણ પ્રતાપભાનુ રાજા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

બ્રાહ્મણોના શ્રાપથી પ્રતાપભાનું રાવણ બન્યો. જેને તારવા માટે સ્વયં રામ પૃથ્વી ઉપર આવ્યા છે. તુલસીદાસજીએ રામજન્મના પાંચ કારણોની કથા રામચરિત માનસમાં લખી છે. રામજન્મ પહેલાં રાવણના પાપાચાર અને અધર્મનું વર્ણન કર્યું છે. રાવણના પાપાચારથી પૃથ્વી પીડાવા લાગી છે રાવણ ધર્મની જગ્યાએ અધર્મ ફેલાવા લાગ્યો છે. સજ્જન વ્યક્તિઓને દુ:ખ આપવા લાગ્યો છે. રાક્ષસવૃત્તિનો રાવણ વ્યભિચારી બની ગયો છે. શાસ્ત્રો-પુરાણો બાળવા લાગ્યો છે. ઋષિ-મુનિઓને ત્રાસ આપવા લાગ્યો છે. જેના કારણે પૃથ્વી રડતી -રડતી બ્રહ્માજી પાસે જાય છે.

બ્રહ્માજીને રાવણના પાપાચારની વાત કરે છે. બ્રહ્માજી સહિત દેવતાઓ ભગવાન નારાયણને સ્તુતિ કરે છે. આકાશવાણી થાય છે થોડા સમયમાં હું રઘુવંશમાં પ્રગટ થઇશ અને પૃથ્વી ઉપરના ભારને ઉતારી નાંખીશ. ધરતી રાજી થઇ છે. દેવતાઓ જય જયકાર કરીને નિજ નિજ ધામમાં ગયા છે. આ બાજુ ઘણો સમય વિત્યો છે. બ્રહ્મને ભારતની ભૂમિ ઉપર જન્મ લેવાનો સમય નજીક આવ્યો છે.

રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે ત્રેતાયુગનો સમય હતો. અયોધ્યા જેવી પાવન નગરી હતી. પવિત્ર નદી સરયુનો કિનારો હતો. રાજા દશરથ અને કૌશલ્યા જેવા પવિત્ર રાણી હતા. ચૈત્ર માસ આવ્યો છે. ધરતી ઉપર બહુ ઠંડી પણ નથી અને ગરમી નથી એવા સમયે પ્રભુ રામ પૃથ્વી ઉપર આવ્યા છે. ચૈત્રમાસની નોમ આવી છે. ભગવાન સૂર્યનારાયણનું પ્રથમ કિરણ અયોધ્યાની પાવન ભૂમિ ઉપર પડ્યું છે. અયોધ્યાનું રજકણ આજે પાવન બન્યું છે. તુલસીદાસજી માનસમાં લખે છે. બરાબર બપોરના બાર વાગવાનો સમય છે. યોગ, લગન, ગૃહ, વાર, તિથિ, ઘડી, પલ, નક્ષત્ર અને ચોઘડીયું બધુ જ અનુરૂપ બન્યું છે. ચર-અચર બધા જ હર્ષિત થયા છે. બધાને શુભ શુકન થવા લાગ્યા છે. માતા કૌશલ્યા પોતાના મહેલમાં ભગવાનનું ભજન કરતા કરતા ધ્યાન મગ્ન બન્યા છે. રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે.

નૌમી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા મધ્ય દિવસ અતિ સીત ન ધામા પાવન કાલ લોક વિશ્રામા સીતલ મંદ સુરભિ બહ બાઉ હરષિત સુર સંત ન મન ચાઉ

અયોધ્યામાં દેવતાઓ પુષ્પની વૃષ્ટિ સાથે ભગવાન નારાયણની સ્તુતિ કરે છે. નારાયણની છેલ્લી સ્તુતિ કરીને પોતાના લોક તરફ ગયા છે. આ બાજુ બ્રહ્મે કૌશલ્યાના મહેલમાં પ્રગટવાની તૈયારી કરી છે. મા કૌશલ્યાની સામે એકદમ પ્રકાશ થયો છે. ભગવાન નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. મા કૌશલ્યા બે હાથ જોડીને ચતુર્ભુજ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા છે.

ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિત કારી હરષિત મહતારી મુનિ મન હારી અદભુત રૂપ બિચારી લોચન અભિરામા ક્ષનુ ઘનશ્યામા નિજ આમુધ ભુજ ચારી યહ ચરિત જે ગાવાહિ પરિષદ પાવહિ તે નર ભવહી ભવ કૃપા

માતા કૌશલ્યાની સ્તુતિ દ્વારા નારાયણ સ્વયં બાળક બન્યા છે. આખા અયોધ્યામાં ખબર પડી છે બધા રાજા દશરથના આંગણામાં આવીને નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા છે.

અવધ મેં આનંદ ભયો, જય રધુવર લાલકી કૌશલ્યા કો લાલો ભયો જય રધુવર લાલકી રાવણનો કાળ ભયો જય રઘુવર લાલકી

આ પણ વાંચો : શ્રીમદ્ ભાગવતમાં પણ રામજન્મની કથાનું વર્ણન, જાણો ઇક્ષ્વાકુ વંશમાં શા માટે થયું શ્રીરામનું પ્રાગટ્ય ?

આ પણ વાંચો : ઘર ઘરમાં ગુંજતુ નામ અને પૂજાતું સ્વરૂપ એટલે ભગવાન શ્રી રામ !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">