AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2023: નોરતામાં અખંડ દીપ પ્રગટાવવામાં આવે છે, તેનું મહત્ત્વ શું છે, આ 6 નિયમોનું કરો પાલન માતા થશે પ્રસન્ન

Akhand Jyoti Jalane ke niyam : નવરાત્રીના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે અને તેને પુરા નોરતા દરમિયાન 9 દિવસ સુધી પ્રગટાવવાની હોય છે. જો આ નવ દિવસોમાં જ્યોત બુઝાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અખંડ જ્યોતિ પ્રગટાવતા પહેલા કેટલાક નિયમોને જાણવા જરૂરી છે.

Navratri 2023: નોરતામાં અખંડ દીપ પ્રગટાવવામાં આવે છે, તેનું મહત્ત્વ શું છે, આ 6 નિયમોનું કરો પાલન માતા થશે પ્રસન્ન
Why is Akhand Deep lit in Navratri
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 8:42 AM
Share

Significance & Benefits of Akhand Diya in Navratri 2023 : આ વર્ષે 15મી ઓક્ટોબરથી આસો નોરતા શરૂ થઈ રહ્યા છે. દશેરા 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આસો નોરતા દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવી ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. પ્રથમ દિવસે કળશ સ્થાપના કર્યા બાદ ગરબામાં અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ જ્યોત પ્રગટાવવાથી શરીર અને મનમાં રહેલો અંધકાર દૂર થાય છે અને જીવનમાં પ્રકાશ આવે છે.

આ પણ વાંચો : Ambaji: શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં યોજાશે નવરાત્રી, જાણો આરતી અને દર્શનના સમયથી લઈ સંપૂર્ણ વિગત

દીપ જીવનમાંથી અંધકાર દૂર કરતું પ્રતીક છે. જ્યારે નોરતાના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે ત્યારે તેને નવરાત્રીના પુરા 9 દિવસ સુધી પ્રજ્વલિત રાખવાની હોય છે. જો આ નવ દિવસોમાં તે ઓલવાઈ જાય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

જો આ દીવો તમારા ઘરમાં પૂરા નવ દિવસ જલતો રહે તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. જો કે અખંડ જ્યોતિ પ્રગટાવવાના કેટલાક નિયમો અને ફાયદા પણ છે, જે જાણવા જરૂરી છે.

અખંડ જ્યોત પ્રગટાવવાના ફાયદાઓ

  1. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આસો નવરાત્રી 15 ઓક્ટોબરથી એટલે કે આવતી કાલથી શરૂ થઈ રહી છે. આ દિવસે શુભ ચોઘડિયામાં કળશ સ્થાપિત કરવાની સાથે પૂજા દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે. પરંતુ તેને પ્રગટાવવા માટે કેટલાક નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી છે.
  2. જો તમે તમારા ઘરમાં માતાજીની પૂજા કરી રહ્યા છો, તો પહેલા દિવસે અખંડ દીપ પ્રગટાવવા માટે માત્ર શુદ્ધ દેશી ઘી અથવા સરસવ અથવા તલના તેલનો ઉપયોગ કરવો.
  3. દેવી દુર્ગાની જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો અને દેવી દુર્ગાની ડાબી બાજુએ તેલનો દીવો રાખવો. તેના પર થોડા ચોખા, કાળા તલ અથવા અડદની દાળ રાખવી જોઈએ. દીવાની જ્યોત પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખી શકાય. દીવો દક્ષિણ દિશામાં ક્યારેય ન રાખવો જોઈએ.
  4. નવ દિવસ સુધી દીવો પ્રગટેલો રાખવા માટે દીવામાં ઘી કે તેલ સમયાંતરે પૂરતા રહેવું જોઈએ. દીવો ઓલવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે દીવાને કાચની ચીમનીથી ઢાંકી દેવો જોઈએ. જેથી તમને ઘી દેખાય શકે.
  5. જો નવ દિવસ દરમિયાન કોઈપણ સમયે દીવો કોઈ પણ કારણસર ઓલવાઈ જાય તો દેવી માતા પાસે ક્ષમા માગો અને ફરીથી દીપ પ્રગટાવો જોઈએ.
  6. જો નવ દિવસ પૂરા થવા છતાં પણ દીવો પ્રગટેલો હોય તો તેને ફૂંક મારીને કે અન્ય કોઈ રીતે ઓલવવો નહીં, બલ્કે તે પોતાની મેળે બુઝાઈ જાય ત્યાં સુધી રાહ જુઓ.

અખંડ દીવો પ્રગટાવવાના ફાયદા

નોરતા દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ આવે છે. આ સાથે માતાના આશીર્વાદ વરસતા રહે છે. ઘરમાંથી નેગેટીવ અનર્જી અને અવરોધો દૂર થાય છે. નાણાકીય સમૃદ્ધિ આવે. જો નોરતાના આખા નવ દિવસ વિધિ પ્રમાણે મા દુર્ગાની પૂજા કરવામાં આવે તો દેવી મા તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને સુખી અને સમૃદ્ધ જીવન માટે આશીર્વાદ આપતા રહે છે.

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">