AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરાવી રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે , જાણો વિગતવાર

બિલની તારીખ પહેલા તેના વ્યવહારો પર નજર રાખવી સરળ નથી. જો તમારી પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ છે તો તમારી સમસ્યા વધી પણ જાય છે.

જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરાવી રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે , જાણો વિગતવાર
CREDIT CARD
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 5:50 PM
Share

ક્રેડિટ કાર્ડ(CREDIT CARD) મેળવવાની પ્રક્રિયા સરળ છે પરંતુ ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરીને બાકી રકમ સમયસર ચૂકવવી અને તે યાદ રાખવી ક્યારેક તેટલીજ મશ્કેલ બને છે. બિલની તારીખ પહેલા તેના વ્યવહારો પર નજર રાખવી સરળ નથી. જો તમારી પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ છે તો તમારી સમસ્યા વધી પણ જાય છે.

સમયસર પેમેન્ટ ન થાય તો તે તમારા ક્રેડિટ સ્કોરને અસર કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો માત્ર એક કાર્ડ રાખવા માંગે છે અને પછી બીજા કાર્ડને બંધ કરી દે છે. ક્રેડિટ કાર્ડ બંધ કરતી વખતે તમારે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડશે. ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા કાર્ડમાં ઉપલબ્ધ પોઈન્ટ, રીવોર્ડ અને અન્ય સુવિધાઓનો લાભ લઇ લેવો જોઈએ. ઘણા લોકો આ માટે લાંબા સમયથી રીવોર્ડ પોઈન્ટ જમા કરે છે.

સૌથી મહત્વની બાબત એ છે કે જે સમયે તમે કાર્ડ બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યા છો, તે સમયે તમારા ક્રેડિટ કાર્ડ પર કોઈ બાકી બેલેન્સ ન હોવું જોઈએ. કાર્ડ બંધ કરતા પહેલા પેમેન્ટ ક્લિયર હોવું જરૂરી છે કારણ કે તમારે વ્યાજ સાથે વધુ પૈસા જમા કરાવવા પડી શકે છે. જો બાકી પેમેન્ટમાં વિલંબ થાય છે તો તમને દંડ પણ થઈ શકે છે. ઘણી વખત તમે તમારો પગાર આવતાની સાથે જ ઓટો પેમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો આ વિકલ્પથી તમે સમયસર નાણાં ચૂકવી શકો છો. ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા તમારે તમામ ઓટો પેમેન્ટ ચૂકવણી બંધ કરવી પડશે.

આ સાથે એવી ઘણી સુવિધાઓ જે તમે દર મહિને ક્રેડિટ કાર્ડથી મેળવો છો, તેને પણ ઓટો પેમેન્ટ મોડમાંથી દૂર કરવી પડશે. નેટફ્લિક્સ અથવા અન્ય ઓટીટી પ્લેટફોર્મ માટે ઓટો પેમેન્ટનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત EMI અને અન્ય ઘણી પ્રકારની ચુકવણીઓ પણ છે. આ બધાને બંધ કરવા પડશે પછી જ તમે કાર્ડ બંધ કરવાની પ્રક્રિયામાં આગળ વધી શકો છો.

હેકર્સથી સાવધાનો રહો જો તમે તમારા ફોન પર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ પિન, આધાર કાર્ડ, પાન નંબર સાચવો છો, તો હેકરોથી સાવધ રહો.તમારા જૂના ક્રેડિટ કાર્ડને બંધ કરવાને બદલે તમારું નવું બંધ કરો. ક્રેડિટ સ્કોરની ગણતરી પર તેની અસર પડે છે. જુના ક્રેડિટ કાર્ડનું ક્રેડિટ સ્કોરમાં યોગદાન વધારે રહેશે. જો તમે મોટી લોન માટે અરજી કરી રહ્યા હો તો ક્રેડિટ કાર્ડ બંધ કરશો નહીં. ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તમારા ક્રેડિટ સ્કોરને અસર થઈ શકે છે.

આ પણ વાંચો :  TATA GROUP ના આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને બનાવ્યા 47 લાખ, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં ?

આ પણ વાંચો : TCS Recruitment 2021: દેશની સૌથી મોટી IT કંપની મહિલાઓને આપી રહી છે પગભર બનવાની તક , જાણો વિગતવાર

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">