Citroen Basalt : Hyundai Cretaનું માર્કેટ બગાડવા આવી રહી છે નવી કાર, Tata Curvv ની વધશે મુશ્કેલી, જુઓ વીડિયો

Citroen Basalt SUV : SUV ના વધતા ચલણ વચ્ચે વધુ એક નવી SUV ભારતીય બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ રિલીઝ થયેલા ટીઝરમાં તે નવા રંગમાં જોવા મળી છે. ભારતમાં લોન્ચ થયા પછી તે Hyundai Creta જેવી સૌથી વધુ વેચાતી suv કાર સાથે સ્પર્ધા કરશે.

Citroen Basalt : Hyundai Cretaનું માર્કેટ બગાડવા આવી રહી છે નવી કાર, Tata Curvv ની વધશે મુશ્કેલી, જુઓ વીડિયો
Citroen Basalt India
Follow Us:
| Updated on: Jul 25, 2024 | 8:48 AM

Citroen Basalt India : ભારતીય બજારમાં ટૂંક સમયમાં નવી SUV કાર લોન્ચ થવા જઈ રહી છે. આ નવી SUVનું નામ છે Citroen Basalt, જે કૂપ SUV છે. હાલમાં જ કંપનીએ એક નવું ટીઝર રિલીઝ કર્યું છે. આમાં આવનારી SUVને નવા કલર વેરિઅન્ટમાં જોઈ શકાય છે.

આ કાર ઓટો ક્લાઈમેટ કંટ્રોલ સાથે લોન્ચ કરવામાં આવશે. ભારતમાં આ ફિચર સાથે આવનારી આ પહેલી સિટ્રોન કાર છે. તે Hyundai Creta અને Kia Seltos જેવી SUV સાથે સ્પર્ધા કરશે. આ સિવાય આ કાર ટૂંક સમયમાં લોન્ચ થનારી Tata Curve માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

ફીચર્સથી કસ્ટમરને આકર્ષશે

બેસાલ્ટને ઘણી શાનદાર સુવિધાઓ સાથે લોન્ચ કરવામાં આવશે. જેથી લોકોને વધુ સારો અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળી શકે. અગાઉ રિલીઝ થયેલા ટીઝરમાં ફ્રન્ટ અને રિયર આર્મરેસ્ટ, હેડરેસ્ટ માટે સાઇડ સપોર્ટ અને લેધર સીટ અપહોલ્સ્ટ્રી જેવા ફીચર્સ જોવા મળ્યા હતા. આ દર્શાવે છે કે સિટ્રોએન બેસાલ્ટ તેની કમ્ફર્ટ રાઈડથી ગ્રાહકોને આકર્ષશે.

ઓટો ક્લાઈમેટ કંટ્રોલ ફીચર

સિટ્રોએનની આવનારી કૂપ એસયુવીમાં પ્રોજેક્ટર હેડલાઇટ સેટઅપ હશે. જેમાં હેલોજનને બદલે એલઈડી ઉપલબ્ધ હશે. આ સુવિધા C3 એરક્રોસમાં ઉપલબ્ધ નથી. નવા ટીઝરમાં બેસાલ્ટની કેટલાક વધુ ફિચર્સને સંકેત આપવામાં આવ્યો છે. જે તમને C3 એરક્રોસમાં નહીં મળે. ઓટો ક્લાઈમેટ કંટ્રોલ ફીચર કોમ્પેક્ટ SUV કાર વચ્ચે વધુ સ્પર્ધા વધારી શકે છે.

(Credit Source : @Citroen_india)

Citroen Basalt : ફિચર્સ

બેસાલ્ટમાં રૂફ-માઉન્ટેડ એસી વેન્ટ પણ આપી શકાય છે. જેથી આ SUV અન્ય SUV કરતાં અલગ દેખાય. તેમાં 17-ઇંચના એલોય વ્હીલ્સ, ટેકોમીટર સાથે સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.2-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે જેવી સુવિધાઓ મળી શકે છે. આ સિવાય ઓટો-ડિમિંગ IRVM, કીલેસ એન્ટ્રી, પુશ બટન સ્ટાર્ટ, 6 એરબેગ્સ જેવી સુવિધાઓ પણ અપેક્ષિત છે.

Citroen Basalt : એન્જિન

પરફોર્મન્સની વાત કરીએ તો Citroen Basaltમાં 1.2 લિટર 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી શકાય છે. ટ્રાન્સમિશન માટે 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ મળી શકે છે. બેસાલ્ટની અપેક્ષિત પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત આશરે રૂપિયા 10 લાખ હોઈ શકે છે. કોમ્પેક્ટ SUV માર્કેટમાં આ કારને કેવો રિસ્પોન્સ મળશે કે નહીં તે જોવું રહ્યું.

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
g clip-path="url(#clip0_868_265)">