Women’s Health: શું PCOS બિમારી છે? જાણો લક્ષણ અને સારવાર

women's health : PCOD સામાન્ય રીતે 12-45 વર્ષની વયની સ્ત્રીઓમાં જોવા મળે છે. તે એક હોર્મોનલ ડિસઓર્ડર છે, જે અંડાશય દ્વારા સ્રાવિત હોર્મોન્સના અસંતુલનને કારણે થાય છે.

Women's Health: શું PCOS બિમારી છે? જાણો લક્ષણ અને સારવાર
PCOS
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 4:58 PM

પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS). તેને પોલિસિસ્ટિક ઓવરી ડિસઓર્ડર (PCOD) પણ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે.પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ સામાન્ય રીતે 12-45 વર્ષની વયની સ્ત્રીઓમાં જોવા મળે છે. તે એક હોર્મોનલ ડિસઓર્ડર છે.સ્ત્રીઓના શરીરમાં સામાન્ય કરતાં ઘણા વધુ હોર્મોન્સ બને છે. કેટલીકવાર હોર્મોન્સમાં અસંતુલનને કારણે, ઓવ્યુલેશન થાય છે, જેના કારણે પીરિયડ્સ સમયસર નથી આવતા. તે PCOS હોઈ શકે છે.

PCOS (પોલીસીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ)ની પણ અંડાશય પર ખરાબ અસર પડે છે, જેનાથી મહિલાઓના પ્રજનન અંગો પર અસર થાય છે. જ્યારે પ્રજનન અંગો પ્રભાવિત થાય છે, ત્યારે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ નથી બનતા, જેના કારણે પીરિયડ્સ અસંતુલિત થઈ જાય છે.

આ પણ વાંચો :pregnancy દરમિયાન ત્વચા શા માટે કાળી થઈ જાય છે ? જાણો કારણ અને બચવાના ઉપાય

નાગ-નાગણના સુંદર જોડાએ કર્યો જબરદસ્ત ડાન્સ, કેમેરામાં કેદ થયા દ્રશ્યો
Winter Walking : શિયાળામાં કેટલી મિનિટ ચાલવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?
ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos

PCOSના લક્ષણો

પ્રથમ લક્ષણ અનિયમિત માસિક સ્રાવ છે થાક વધુ લાગવો અંડાશયમાં સિસ્ટ ઇન્સ્યુલિન પ્રતિરોધ ઉચ્ચ ટેસ્ટોસ્ટેરોન સ્તર હતાશા અથવા ચિંતા વજન વધવું ચહેરા પર ખાસ કરીને દાઢી પર વાળ ગર્ભઘારણ કરવામાં સમસ્યાઓ વાળ ખરવા ત્વચા સંબંધિત સમસ્યાઓ ચીડિયાપણું વારંવાર કસુવાવડ

PCOS કેવી રીતે દૂર કરવું

તેનો સંપૂર્ણ ઈલાજ થઈ શકતો નથી પરંતુ તેને નિયંત્રિત કરી શકાય છે જેમાં સારો ખોરાક, નિયમિત કસરત અને દવાઓ લેવી ખૂબ જ જરૂરી છે. આ રોગને નિયંત્રણમાં રાખવા માટે ફિટ રહેવું સૌથી જરૂરી છે. વજન ઘટવાથી PCOS ઘટવા લાગે છે અને વધારે વજનને કારણે PCOS વધે છે, જેના કારણે સમસ્યા ઘણી વધી જાય છે.

(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલો છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગે સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">