કોરોના મહામારી દુનિયા માટે પડકાર કોઈપણ દેશ એકલો ન લડી શકે: PM Modi

કોરોના મહામારી દુનિયા માટે પડકાર કોઈપણ દેશ એકલો ન લડી શકે: PM Modi
પીએમ મોદી (ફાઇલ ફોટો)

કોન્ક્લેવને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ભારતીય સભ્યતા સંપૂર્ણ વિશ્વને એક પરિવાર માને છે. આ મહામારીએ કેટલાક લોકોને ખાસ અહેસાસ કરાવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Jul 05, 2021 | 7:15 PM

કોવિન ગ્લોબલ કોન્ક્લેવને (Cowin global conclave) સંબોધિત કરતા પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે કોરોના મહામારી (Corona Virus) દુનિયા માટે પડકાર છે. કોઈપણ દેશ મહામારી સામે એકલો ન લડી શકે. તેમણે કહ્યું કે કોરોના મહામારી સામે સફળતા પૂર્વક લડવા માટે રસીકરણ સૌથી મોટી આશા છે અને શરુઆતથી જ અમે ભારતમાં પોતાની રસીકરણ રણનીતિ યોજનાને બનાવતી વખતે સંપૂર્ણ રીતે ડિજિટલ દ્રષ્ટિકોણ અપનાવવાનો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના વિરુદ્ધ અમારી લડાઈમાં ટેક્નોલોજી મુખ્ય છે.

સૌભાગ્યથી સોફ્ટવેર એક એવુ ક્ષેત્ર છે, જેમાં સંસાધનોની કોઈ અછત નથી. એટલે અમે ટેક્નીકલ રીતે સંભવ થતાં પોતાના કોવિડ ટ્રેસિંગ અને ટ્રેકિંગ એપને ઓપન સોર્સ બનાવી દીધી. તેમણે કહ્યું કે 100 વર્ષમાં એવી કોઈ મહામારી આવી નથી. અનુભવથી ખબર પડે છે કે કોઈ રાષ્ટ્ર ગમે તેટલુ શક્તિશાળી કેમ ન હોય આ રીતના પડકારને અલગ કરી સોલ્વ ન કરી શકે.

કોન્ક્લેવને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ભારતીય સભ્યતા સંપૂર્ણ વિશ્વને એક પરિવાર માને છે. આ મહામારીએ કેટલાક લોકોને ખાસ અહેસાસ કરાવ્યો છે. એટલે કોવિડ રસીકરણ માટે અમારુ ટેક્નીકલ પ્લેટફોર્મ જેને અમે કો-વિન કહીએ છીએ, તેને કો ઓપન સોર્સ બનાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યુ છે.

આ પહેલા નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ ડો. આર.એસ.શર્માએ  જણાવ્યુ હતુ કે કેનેડા મેક્સિકો,નાઈઝીરિયા,પનામાસ, યુગાંડા સહિત લગભગ 50 દેશોએ કો-વિન પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે રસ દાખવ્યો. તેમણે જણાવ્યું કે ભારત આ ઓપન સોર્સ સોફ્ટવેરને મફતમાં શેર કરવા તૈયાર છે.

આ પણ વાંચો: Maharashtra: ઉદ્ધવ સરકારે 16 મહિનામાં જાહેરાતો-પ્રચાર પાછળ ખર્ચ્યા 155 કરોડ, RTI માં થયો ખુલાસો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati