Tapi : કથાકાર મોરારી બાપુનું ચોંકાવનારું નિવેદન, પગાર સરકારનો અને કામ વટાળ પ્રવૃતિનું, જુઓ Video
તાપીમાં સોનગઢમાં રામકથા દરમિયાન કથાકાર મોરારી બાપુના ધર્માંતરણ અંગે આપેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘની પ્રતિક્રિયા સામે આવી છે. ધર્માંતરણને લઈ કથાકાર મોરારી બાપુની ટકોરને ચિંતાજનક બાબત ગણાવી છે.

તાપીમાં સોનગઢમાં રામકથા દરમિયાન કથાકાર મોરારી બાપુના ધર્માંતરણ અંગે આપેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘની પ્રતિક્રિયા સામે આવી છે. ધર્માંતરણને લઈ કથાકાર મોરારી બાપુની ટકોરને ચિંતાજનક બાબત ગણાવી છે. મોરારી બાપુએ કહ્યું શાળાઓમાં શિક્ષકો જ ધર્માંતરણની પ્રવૃત્તિને વેગ આપી રહ્યાં છે. તે યોગ્ય તપાસનો વિષય છે. આ સાથે સાથે નાના બાળકોને તેમના વાલીઓ ધર્મ બદલવા માટે પ્રોત્સાહન આપતા હોય તો તે ખૂબ જ શરમજનક છે. શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકારે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
કથાકાર મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાને પત્ર આપ્યો છે. પત્ર આપ્યા બાદ મોરારી બાપુની વ્યાસપીઠ પરથી ટકોર કરી છે. શાળામાં ગીતા જયંતિ ઉજવાય તે સારી બાબત હોવાનું મોરારી બાપુએ જણાવ્યું છે. તકલીફ એ કે 75 ટકા શિક્ષકો ઈસાઈ એટલે થવા નથી દેતા” તેવુ મોરારી બાપુએ નિવેદન આપ્યું છે. પગાર સરકારનો ખાય છે અને ધર્માંતરણ કરાવે છે. હવે ચિંતન કરવાની અને પગલાં લેવાની જરૂર હોવાનું જણાવ્યું છે.
મોરારી બાપુના નિવેદન પર શિક્ષણ પ્રધાનની પ્રતિક્રિયા પણ આપી છે. કોઈ પણ ધર્મની પૂજા-અર્ચના સામે વાંધો ન હોઈ શકે. વિદ્યાર્થીઓને ભોળવી ધર્મ પ્રચાર થાય તે સાંખી નહીં લેવાય તેવું પણ પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે. મલિન ઈરાદા હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર વિવાદિત નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ પણ પ્રતિક્રિયા આપી છે. મોરારી બાપુએ આવુ નિવેદન આપવું જોઈએ નહીં તેવું તુષાર ચૌધરીએ જણાવ્યું છે. આઝાદી પહેલા પણ તાપીમાં મિશનરીઓ શિક્ષણનું કામ કરતા હોવાનું તુષાર ચૌધરીએ જણાવ્યું છે. હિન્દુ અને ખ્રિસ્તી આદિવાસીઓ હળીમળીને રહે છે. શિક્ષણના નામે ધર્મ પરિવર્તન તાપી જિલ્લામાં નથી.
ઉલ્લેખનીય છે કે તાપીના સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં આ પહેલા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી કથામાં પહોંચ્યા ત્યારે પણ મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે ટકોર કરી હતી. આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તન રોકવા શાળા બનાવવાની માગ કરી હતી. હવે મોરારી બાપુએ જણાવ્યું છે કે સરકાર બાળકોમાં સંસ્કાર સિંચન કરવા ગીતા પારાયણના પાઠ કરાવે છે. પરંતુ આદિવાસી વિસ્તારોમાં ઈસાઈ શિક્ષકો તે થવા દેતા નથી. એટલે હવે સૌએ જાગૃત થવાની જરૂર છે.