Breaking News : અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારની વડોદરાથી ધરપકડ, જુઓ Video

Breaking News : અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારની વડોદરાથી ધરપકડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2024 | 11:17 AM

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાની સાથે જ મુંબઈ પોલીસે તપાસ તેજ કરી હતી.

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાની સાથે જ મુંબઈ પોલીસે તપાસ તેજ કરી હતી. આખરે આરોપી વડોદરાથી પકડાઇ ગયો છે.

ત્યારે વડોદરાના આજવા રોડ પરના એક ફ્લેટમાંથી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વિરલ આસરવા નામના વ્યક્તિએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હોવાની માહિતી મળી રહી છે. જો કે આરોપીને મુંબઈ પોલીસ ધરપકડ કરી મુંબઈ લઈ જવાયો છે.

ટ્વીટર આપી હતી ધમકી

અનંત અંબાણીના લગ્ન સમારંભમાં જીઓ કન્વેન્સન સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનારની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ટ્વીટર પર પોસ્ટ કરીને અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી. જો કે મુંબઈ પોલીસે વડોદરાની બાપોદ પોલીસને સાથે રાખીને ધમકી આપનાર વિરલ કલ્પેશભાઈ આસરાની ધરપકડ કરી છે.

( વીથ ઈનપુટ – પ્રશાંત ગજ્જર ) 

Published on: Jul 16, 2024 11:11 AM
g clip-path="url(#clip0_868_265)">