સુરતમાં TV9ના એજ્યુકેશન એક્સપોની શરુઆત, શહેરના મેયર દક્ષેશ માવાણીએ કર્યું ઉદ્ધાટન, જુઓ-video
સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે અને આવતીકાલે tv9 એજ્યુકેશન એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં સીટી લાઇટ રોડ પર આઠવા વિસ્તારમાં આવેલા મહેશ્વરી ભવનમાં યોજાયેલા ટીવીનાઇન એજ્યુકેશન એક્સપોનું શહેરના મેયર દક્ષેશ માવાણીએ વિધિવત ઉદ્ઘાટન કર્યું હતુ.
ગુજરાતના સુરતમાં TV9ના એજ્યુકેશન એક્સપોની શરુઆત થઈ છે. ધોરણ 10 અને 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની કારકિર્દીને લગતા તમામ પ્રશ્નોનું વન સ્ટોપ સોલ્યુશન એટલે ટીવીનાઇન એજ્યુકેશન એક્સપો. ત્યારે આ એક્સપોમાં વિદ્યાર્થીઓને તેમની કારકીર્દીને લગતી તમામ મુંજવણો TV9ના નિષ્ણાતો દૂર કરી રહ્યા છે.
સુરતમાં TV9ના એજ્યુકેશન એક્સપોની શરુઆત
સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે અને આવતીકાલે tv9 એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં સિટી લાઇટ રોડ પર અઠવા વિસ્તારમાં આવેલા મહેશ્વરી ભવનમાં યોજાયેલા ટીવીનાઇન એજ્યુકેશન એક્સપોનું શહેરના મેયર દક્ષેશ માવાણીએ વિધિવત ઉદ્ઘાટન કર્યું હતુ. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ ટીવીનાઇન એક્સપોની મુલાકાત લીધી હતી.
નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે
2 દિવસ ચાલનારા આ એકસ્પોમાં દેશભરની યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યુટ્સના અભ્યાસક્રમો અંગેના તમામ પ્રશ્નોનું નિરાકરણ અને માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા પુરૂ પડાશે. તો કારકિર્દીને ઊંચી ઉડાન આપવા એકસ્પોની મુલાકાત વિદ્યાર્થીઓએ જરુર લેવી આ સાથે તમે તમારા વાલીને પણ સાથે લઈ જઈ શકો છો.
આ એક્સપોમાં કોર્સથી લઈને કોલેજ સુધીની તમામ માહિતી તમને મળી રહેશે. આ અગાઉ રાજકોટમાં એજ્યુકેશન એક્સપોની આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઘણા વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ પણ ભાગ લીધો હતો. ત્યારે આજે અને આવતીકાલે સુરતમાં આ એક્સપો યોજાયો છે.