આજનું હવામાન : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સિઝનમાં 38 દિવસ હળવાથી ભારે વરસાદની સંભાવના, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સિઝનમાં 38 દિવસ હળવાથી ભારે વરસાદની સંભાવના, જુઓ Video

| Updated on: Jun 12, 2024 | 10:11 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આજે ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 9 જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આજે ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 9 જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સિઝનમાં 38 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત 9 દિવસ ભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ પડશે હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.

આજે ક્યાં પડશે વરસાદ ?

પંચમહાલ, દાહોદ, મહિસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને દીવમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

13 જૂને ક્યાં આગાહી ?

અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આમંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દામણ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

14 જૂને ક્યાં આગાહી ?

સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">