Rajkot Video : માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા
રાજકોટમાં પણ માવઠું પડ્યુ છે જેના પગલે રસ્તા પર વાહનચાલકો પડ્યા હતા. રાજકોટના બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહનો સ્લીપ થયા છે.માવઠાને કારણે લોકોને હેરાનગતિ થઈ છે. આ તરફ કેટલાક વિસ્તારોમાં લગ્નનના મંડપ ધરાશાયી થયા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજકોટમાં પણ માવઠું પડ્યુ છે જેના પગલે રસ્તા પર વાહનચાલકો પડ્યા હતા. રાજકોટના બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહનો સ્લીપ થયા છે. માવઠાને કારણે લોકોને હેરાનગતિ થઈ છે. આ તરફ કેટલાક વિસ્તારોમાં લગ્નનના મંડપ ધરાશાયી થયા છે.
બીજી તરફ આજે રાજકોટના જામકંડોરણા તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદી ઝાપટાંથી જગતના તાતમાં ફરી ચિંતાના વાદળછવાયા છે. તેમજ જામકંડોરણા પંથકમાં ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડ્યો છે. ખેડૂતોના શિયાળું પાકને નુકસાન થવાની ભીતિ છે. શિયાળું પાકમાં ઘઉં, ચણા, જીરું, મરચાંના પાકને નુકસાનની ભીતિ છે.
Published on: Mar 02, 2024 03:48 PM
Latest Videos