વડોદરા પાલિકાના હંગામી કર્મચારીઓ હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરની ગાડીનો કરાયો ઘેરાવ – Video

વડોદરા મહાનગરપાલિકામાં ભરતીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેના પહલે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હડતાળ હવે ઉગ્ર બની છે. પોતાના પગાર વધારા સહિતની માગો સાથે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ આજે મનપા કમિશનરની ગાડીનો ઘેરાવ કર્યો હતો.

Anjali oza
| Edited By: | Updated on: Oct 07, 2024 | 6:29 PM

વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓએ મનપા કમિશનરની ગાડીને ઘેરી લીધી હતી. હડતાળ ઉગ્ર બનતા મનપા કમિશનર ચાલતા બંગલે જવા રવાના થયા હતા. પોલીસે એસ્કોર્ટ કરી કમિશનરને ઘરે પહોંચાડવાની નોબત આવી હતી. પાલિકા કચેરીથી એક કિલોમીટર સુધી કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ વિરોધ કરતા જોવા મળ્યા હતા. આ કર્મચારીઓની માગ છે કે તેમની કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી કાયમી નોકરી કરવામાં આવે. તેમના પગારમાં વધારો કરવા સહિતના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે, વડોદરા પાલિકાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતર્યા છે. ફાયલેરિયા, સ્ટ્રીટ લાઇટ, પાણી અને સફાઇ કરનાર કર્મીઓ હડતાળ પર છે. અને તેઓ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા માગ કરી રહ્યા છે. જે માટે તેમણે મનપા કમિશનરની ગાડીનો પણ ઘેરાવ કર્યો. મહત્વનું છે, આ વિરોધમાં મનપામાં નવા સમાવાયેલા 7 ગામના કર્મચારીઓ પણ સામેલ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">