સુરત વીડિયો : ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા, સરકાર સમક્ષ કરી રજૂઆત
સુરત : ઠેરઠેર ભીડ, ધક્કામુક્કી, અરાજકતા અને અવ્યવસ્થા જેવી સ્થિતિનો ચારધામ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓને સામનો કરવો પડી રહ્યો છે. સોનપ્રયાગમાં સ્થિતિ વધુ વિકટ છે. કેદારનાથની યાત્રા દરમિયાન સુરતી યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

કોઇપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે યાત્રાળુઓની મુશ્કેલીમાં વધારો થયો છે. યમુનોત્રી, સોનપ્રયાગ સહિતના વિસ્તારોમાં લાખોની ભીડ એકઠી થઇ ગઈ છે તો વ્યવસ્થાના અભાવે નાગરિકોને કલાકો સુધી લાઇનમાં ફસાઇ પડવાનો વારો આવ્યો છે. શ્રદ્ધાળુઓનો આરોપ છે કે સ્થાનિક પોલીસકર્મીઓ પણ યાત્રાળુઓ સાથે અયોગ્ય વર્તન કરી રહ્યા છે. સુરતી પ્રવાસીઓએ વ્યવસ્થાના અભાવ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા અપીલ કરી છે.