સુરત: હીરા વેપારીએ 94 લાખનું ઉઠમણું કર્યું, ઉઘરાણી કરવા ગયેલા વેપારીઓને દરવાજે તાળું જોવા મળ્યું, જુઓ વીડિયો

સુરત: હીરા વેપારીએ 94 લાખનું ઉઠમણું કર્યું, ઉઘરાણી કરવા ગયેલા વેપારીઓને દરવાજે તાળું જોવા મળ્યું, જુઓ વીડિયો

Baldev Suthar
| Edited By: | Updated on: Jan 26, 2024 | 10:15 AM

સુરત: હીરા વેપારીએ 94 લાખનું કર્યું ઉઠમણું કર્યું છે. વિપુલ બલર અને અલ્પેશ બલરનું કારસ્તાન સામે આવ્યું છે જેમણે કૌભાંડ આચરવા માટે જ પેઢી બનાવી હતી. અલગ અલગ વેપારીઓ પાસેથી 90 દિવસની શરતે 94 લાખના હીરા ખરીદ્યા હતા.

90 દિવસ પૂર્ણ થતાં નાણા લેવા ગયેલા વેપારીઓને દરવાજે તાળું જોવા મળતાં રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો.બલર બંધુઓએ કારીગરોનો પગાર પણ કર્યો નથી. અલ્પેશ બલર ગારીયાધારમાં હીરાનું કારખાનું ધરાવે છે.સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

90 દિવસની મુદત પુરી થતા દલાલ અને વેપારીએ પોતાની ઉઘરાણી શરૂ કરી હતી. થોડા દિવસમાં ચુકવી દેવાના વાયદા કરી બન્ને ફરાર થઇ ગયા હતા. બનાવની પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 26, 2024 10:14 AM
g clip-path="url(#clip0_868_265)">