Vadodara Video : ન્યાય મંદિર વિસ્તારમાં નોનવેજની દુકાન પર SOG અને પાલિકાની આરોગ્ય ટીમની તવાઈ, ગૌમાંસના સમોસા હોવાનો ખુલાસો
વડોદરાના ન્યાય મંદિર વિસ્તમારમાં નોનવેજ સમોસાની દુકાનમાં SOG અને પાલિકાની આરોગ્ય ટીમના દરોડા પાડ્યા હતા. જ્યાંથી નોનવેજ સમોસાના સેમ્પલ લેવામાં આવ્યા છે.બીજી તરફ બે દિવસ અગાઉ પાડવામાં આવેલા દરોડામાં વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી પણ ગૌમાંસના સમોસા ઝડપાયા હતા.
વડોદરામાંથી ફરી એક વાર ગૌ માંસના સમોસા ઝડપાયા છે. વડોદરાના ન્યાય મંદિર વિસ્તમારમાં નોનવેજ સમોસાની દુકાનમાં SOG અને પાલિકાની આરોગ્ય ટીમના દરોડા પાડ્યા હતા. જ્યાંથી નોનવેજ સમોસાના સેમ્પલ લેવામાં આવ્યા છે.બીજી તરફ બે દિવસ અગાઉ પાડવામાં આવેલા દરોડામાં વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી પણ ગૌમાંસના સમોસા ઝડપાયા હતા.
પાણીગેટ વિસ્તારમાં આવેલી હુસેની સમોસા સેન્ટરમાંથી મળી આવ્યું 300 કિલોથી વધુ ગૌમાંસ ઝડપાયું છે. FSL રિપોર્ટમાં પણ સમોસામાં ગૌમાંસ હોવાનો પર્દાફાશ થયો છે. તેઓ ભાલેજ ગામનો ઈમરાન કુરેશી ગૌમાંસનો સપ્લાય કરતો હોવાનો ખુલાસો થયો છે. દુકાનમાં કામ કરતા 4 આરોપી સહિત 6 આરોપીની ધરપકડ કરી છે.
પોલીસને જાણવા મળ્યું છે કે મુખ્ય દુકાન માલિક યુસુફ શેખના પિતા પણ સમોસાનો જ વેપાર કરતાં હતા. ત્યારે પરિવાર ઘણાં સમયથી “ગૌમાંસના સમોસા” વેચતો હોવાની પોલીસને શંકા છે. તો બીજી તરફ સ્થાનિકોએ દાવો કર્યો કે અન્ય માંસની તંગી હોવાથી ન્યુ હુસેની સમોસા સેન્ટરવાળાએ ગૌમાંસ વાપરતા હોવાની વાત કબૂલી.અન્ય સ્થાનિકોએ પણ દુકાન માલિકની સંપત્તિ જપ્ત કરવાની માગ કરી.