સાબરકાંઠા લોકસભા બેઠક ચૂંટણી BJP કાર્યાલય ખુલ્લું મુક્યું, સીજે ચાવડાને લઈ આપ્યુ મહત્વનુ નિવેદન
સાબરકાંઠા લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યાલય હિંમતનગર ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. સાબરકાંઠા લોકસભા બેઠકમાં અરવલ્લી અને સાબરકાંઠા એમ બંને જિલ્લાનો સમાવેશ થાય છે. બંને જિલ્લાના સંગઠન પ્રમુખ અને જિલ્લાના હોદ્દેદાર અને પદાધીકારીઓ સહિત ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આમ ભાજપે લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરુ કરી દીધી છે.
સાબરકાંઠા લોકસભા બેઠકને લઈ ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલયને હિંમતનગરમાં ખુલ્લુ મુંકવામાં આવ્યુ છે. ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ક્લસ્ટર ઈન્ચાર્જ બાબુભાઈ જેબલિયા અને બેઠક સંયોજક દુષ્યંત પંડ્યા તથા સહ સંયોજક જેડી પટેલ સહિત સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: તલોદમાં વેપારીના ઘરમાં ધોળા દહાડે તસ્કરો ત્રાટક્યા, રોકડ અને દાગીનાની ચોરી
હિંમતનગરના શહેરના સહકારી જીન વિસ્તારમાં ભાજપ દ્વારા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ભાજપના સંગઠન પ્રમુખ સહિત હોદ્દેદારો અને પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બંને જિલ્લાના ભાજપના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલે મીડિયાએ કરેલ સીજે ચાવડાના સવાલને લઈ કહ્યુ હતુ કે, ઉમેદવાર સંદર્ભે અત્યારે કહેવુ એ વહેલું હશે. પાર્ટી ઉમેદવાર નક્કી કરશે અને એ જ માન્ય રહેશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Bhavnagar : જૂના બંદર નજીક પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ

દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ખેતરમાં છૂપાયેલા ચોરને ઝડપ્યો

Kheda : બેફામ ડમ્પર ચાલકે પૂર્વ પ્રધાન બિમલ શાહની કારને લીધી અડફેટે

Jamnagar : PM મોદી અનંત અંબાણીના ડ્રિમ પ્રોજેક્ટ વનતારાની મુલાકાતે
