Surat Rain Video :  સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, સર્વિસ રોડમાં પાણી ભરાયા, અંડરપાસ બંધ કરાયા

Surat Rain Video : સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, સર્વિસ રોડમાં પાણી ભરાયા, અંડરપાસ બંધ કરાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 12:06 PM

સુરતમાં ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉધના દરવાજાથી ઉધના ત્રણ રસ્તા સુધી અઢી કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો. રસ્તા પર ખાડા પડવાના અને પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી.

Surat : સુરત જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. સુરતમાં કામરેજ, ઊંભેળ સહિતાના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મજુરા, રિંગરોડ, અઠવા લાઈન્સ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. ઊંભેળ ગામના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઇ ગયા છે. તો પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો-Gujarati Video : જોખમી મુસાફરી કરાવતી સ્કૂલવાન અને રિક્ષા સામે કાર્યવાહીના આદેશ, શિક્ષણ વિભાગે DEOને લખ્યો પત્ર

સુરતમાં ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉધના દરવાજાથી ઉધના ત્રણ રસ્તા સુધી અઢી કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો. રસ્તા પર ખાડા પડવાના અને પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ભારે વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા છે. સુરતમાં બારડોલીમાં ધોધમાર વરસાદ થતા સુગર નજીક આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">