Gujarati Video : જોખમી મુસાફરી કરાવતી સ્કૂલવાન અને રિક્ષા સામે કાર્યવાહીના આદેશ, શિક્ષણ વિભાગે DEOને લખ્યો પત્ર
જોખમી મુસાફરી કરાવતા સ્કૂલ વાહન ચાલકો વિરુદ્ધ પગલા લેવા માટે શિક્ષણ વિભાગે પત્ર દ્વારા DEOને કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવ્યા છે. સ્કૂલવાન અને રિક્ષા મર્યાદા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડાતા હોવાનું તારણ કરવામાં આવ્યુ છે.
Education department : વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરાવતી સ્કૂલવાન અને રિક્ષા સામે કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખીને કાર્યવાહી કરવા તાકીદ કરી છે. સ્કૂલવાન અને રિક્ષા મર્યાદા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડાતા હોવાનું તારણ કરવામાં આવ્યુ છે. જોખમી મુસાફરી સામે જાગૃતતા લાવવા સ્કૂલ સંચાલકોને સૂચના આપવામાં આવી છે.
તો બીજી તરફ રાજકોટમાં સ્કૂલ રીક્ષાચાલકે નશાની હાલતમાં ઝડપાયો હતો. બાળકોને સ્કૂલે મુકવાની જગ્યાએ રીક્ષા ચાલકે બાળકોને જુદી જુદી જગ્યાએ ફેરવ્યાં હતા.બાળતો ઘરે પરત ન ફરતા વાલીઓએ શાળાનો સંપર્ક કર્યો હતો. બાળકો સ્કૂલે આવ્યા જ ન હોવાનું શાળા દ્વારા વાલીઓને જણાવતા વાલીઓમાં ચિંતિત માહોલ જોવા મળ્યો હતો. વાલીઓએ શોધ કરતા બાળકો રીક્ષા સાથે અન્ય સ્થળે મળ્યાં હતા. વાલીઓએ રીક્ષા ચાલકને જાહેરમાં મેથીપાક આપ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
