વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોલેરાના સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું કરશે ભૂમિ પૂજન, Video માં જાણો કેમ ખાસ છે આ પ્લાન્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 માર્ચે દેશના પ્રથમ સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિ પૂજન કરવાના છે. અમદાવાદના ધોલેરામાં આ સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટ બનવા જઇ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન 13 માર્ચે વર્ચ્યુઅલી તેનું ભૂમિ પૂજન કરશે.ધોલેરામાં રૂપિયા 91 હજાર કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનવાનો છે. જેમાં ઓટોમેશન, ડેટા એનાલિટીક્સ અને AI આધારિત ચીપ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 માર્ચે દેશના પ્રથમ સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિ પૂજન કરવાના છે. અમદાવાદના ધોલેરામાં આ સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટ બનવા જઇ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન 13 માર્ચે વર્ચ્યુઅલી તેનું ભૂમિ પૂજન કરશે. ધોલેરામાં રૂપિયા 91 હજાર કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનવાનો છે. જેમાં ઓટોમેશન, ડેટા એનાલિટીક્સ અને AI આધારિત ચીપ બનશે.
ગુજરાતને સેમિકન્ડકટર ક્ષેત્રનું હબ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધોલેરા ખાતે 91 હજાર કરોડ રુપિયાના ખર્ચે સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિ પૂજન થવાનું છે.જેના કારણે હવે ટાટા અને પાવર ચીપ તાઇવાનના કોલોબ્રેશનથી ગુજરાતના ધોલેરામાં દેશની સૌથી પહેલી સેમી કન્ડક્ટર ફેબ બનાવવામાં આવશે.આ સેમી કન્ડકટર ફેબમાં મહીને 50 હજાર વેફર ફેબ બનાવવામાં આવશે.એક વેફરની અંદર લગભગ 5 હજાર જેટલી ચીપ હોય છે.આ પ્લાન્ટથી વર્ષની લગભગ 300 કરોડ ચિપ્સ બનાવવામાં આવશે.
આ પણ વાંચો-દેશના 15 એરપોર્ટની કાયાપલટથી એવિએશન સેક્ટરની બદલાશે તસવીર, લોકોને પણ મળશે ફાયદો
આ ચિપ્સ લગભગ આઠ સેક્ટરને કવર કરશે.હાઇ પાવર કમ્પ્યુટ, ઇલેક્ટ્રીક વ્હીકલ્સ, ટેલિકોમ, ડિફેન્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઓટો મોબાઇલ, પાવર ઇલેક્ટ્રોનિક્સ આ બધા સેક્ટરમાં ચિપ્સનો ઉપયોગ કરવામાં આવશે.ખૂબ જ આધુનિક ટેકનોલોજી દ્વારા આ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે.જેથી આ પ્રોજેક્ટને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.