હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર 35 રૂપિયામાં,મોટેરાથી મહાત્મા મંદિર સુધીની મેટ્રોનો પીએમ મોદી કરાવશે શુભારંભ- Video
વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે તેઓ GMDC ગ્રાઉન્ડ ખાતેથી 8000 કરોડથી વધુના વિકાસકામોનું ઈલોકાર્પણ તેમજ ઈ-ખાતમૂહુર્ત કરશે. આ અગાઉ પીએમ મોદી ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે મેટ્રો રેલ સેવાનો પારંભ કરાવશે. મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે હાલ મેટ્રોનો પ્રાંરભિક રૂટની આજથી શરૂઆત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી ગુજરાતને અનેક વિકાસકામોની ભેટ સોગાદો આપશે. અંદાજિત 8000 કરોડના પ્રોજેક્ટ્સનું પીએમ મોદી લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરશે. આ દરમિયાન પીએમ મોદી અમદાવાદથી ગાંધીનગર વચ્ચે શરૂ થનારી નવનિર્મિત પ્રથમ મેટ્રો રેલ સેવાનો પણ પ્રારંભ કરાવશે. મોટેરાથી મહાત્મા મંદિર ને જોડતા મેટ્રો રેલ ફેઝ-2 મેટ્રોને વડાપ્રધાન મોદી લીલી ઝંડી ફરકાવી શુભારંભ કરાવશે. આ દરમિયાન પીએમ મોદી પણ પણ આ મેટ્રોની સફર કરશે. પીએમ મોદી સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનમાં સફર કરશે. ગિફ્ટ સિટીમાં બેન્કિંગ અને ફાઈનાન્સ કંપનીના વડાઓ અને CEO સાથે પીએમ મોદીની ચર્ચા બેઠક યોજાશે.
અમદાવાદ વાસણા APMCથી ગાંધીનગર સેક્ટર-1નું ભાડું માત્ર ₹35
અમદાવાદથી ગાંધીનગર વચ્ચે દોડનારી આ મેટ્રો ટ્રેનનું ભાડુ માત્ર 35 રૂપિયા રહેશે અને 33.5 કિલોમીટરનુ અંતર માત્ર 65 મિનિટમાં પૂરુ થશે. મેટ્રો ટ્રેનનું સમગ્ર નેટવર્ક હવે 60 કિલોમીટરનુ છે. ફેઝ-1 માં ઈસ્ટ-વેસ્ટ કોરિડોર, નોર્થ-સાઉથ કોરિડોર મળી 40 કિલોમીટરનો રૂટ વચ્ચે મેટ્રો શરૂ થઈ ગઈ છે. જ્યારે ફેઝ- 2માં મોટેરાથી સેક્ટર 1 સુધીના 20 કિમીથી વધુના રૂટનો આજથી શુભારંભ થઈ રહ્યો છે.