Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળી તહેવારમાં વતન જતા મુસાફરોની મોતની સવારી, ઓવરલોડ મુસાફરો ભરી બસો કરી રહી છે સફર, જુઓ વીડિયો

દિવાળી તહેવારમાં વતન જતા મુસાફરોની મોતની સવારી, ઓવરલોડ મુસાફરો ભરી બસો કરી રહી છે સફર, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2023 | 4:06 PM

દિવાળીના સમયમાં મુસાફરોને ટ્રેન, ફ્લાઇટ અને બસ તમામમાં ટિકિટ જલ્દી મળતી નથી. જેના કારણે અંતે મુસાફરો બસમાં લટકીને પણ પોતાના વતન જવા માટે મજબુર થઇ જતા હોય છે. ત્યારે દિવાળીના સમયમાં મુસાફરોના આવા જ મોતને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યાં છે.

રાજસ્થાન વાયા ગાંધીનગરથી જતી ખાનગી બસના મોતને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યાં છે.દિવાળીના તહેવારમાં વતન જવા મુસાફરો મોતની સવારી કરી રહ્યાં છે. વતન જવાની લ્હાયમાં મુસાફરો પોતાના જીવને પણ જોખમમાં મુકી રહ્યાં છે. તો બીજી તરફ કમાઈ લેવાની લ્હાયમાં ખાનગી ટ્રાવેલ્સ એજન્સી પણ મોતની સવારી કરાવી રહી છે.

આ પણ વાંચો-અમદાવાદ તસવીર : મેઘાણીનગરના એક પરિવારે સ્થાનિકો સાથે કરી ધનતેરસની પૂજા, 2100 કરતા વધારે શ્રી યંત્રોનો આપ્યો પ્રસાદ

દિવાળીના સમયમાં મુસાફરોને ટ્રેન, ફ્લાઇટ અને બસ તમામમાં ટિકિટ જલ્દી મળતી નથી. જેના કારણે અંતે મુસાફરો બસમાં લટકીને પણ પોતાના વતન જવા માટે મજબુર થઇ જતા હોય છે. ત્યારે દિવાળીના સમયમાં મુસાફરોના આવા જ મોતને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યાં છે. જેમાં રાજસ્થાન જતી ખાનગી બસની છત પર જીવના જોખમે મુસાફરોને બેસાડવામાં આવ્યાં હોવાનું જોવા મળી રહ્યુ છે. નિયમોની ઐસીતૈસી કરી ઓવરલોડ મુસાફરો ભરીને બસ પસાર થાય છે.જેને લઇને અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે. સવાલ એ થાય કે જોઇ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી કોણ લેશે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 10, 2023 04:04 PM
g clip-path="url(#clip0_868_265)">