Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવવા માટે JCBની મદદ લેવી પડી, MLA એ જબરો રસ્તો નિકાળ્યો!

સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવવા માટે JCBની મદદ લેવી પડી, MLA એ જબરો રસ્તો નિકાળ્યો!

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2023 | 11:24 PM

આમ તો અત્યાર સુધી જેસીબીનો ઉપયોગ તમે જે સમજ્યા હશો એવો જ કરવામાં આવતો જોયો હશે. પરંતુ મંગળવારે એક વીડિયો વાયરલ થયો હતો. એ વીડિયોમાં પૂર્વ પ્રધાન અને વર્તમાન ધારાસભ્ય રમણલાલ પાટકર સહિતના નેતાઓ જેસીબી પર ચઢીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવા પહોંચ્યા હતા. સીડી નહોતી અને સરકાર પટેલની ઉંચી પ્રતિમાને લઈ આખરે નેતાઓએ જેસીબીની મદદનો પ્રયોગ અજમાવ્યો હતો.

મંગળવારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ હતી. જેને લઈ દરેક તાલુકા અને ગામડે સરદાર પટેલને ફુલહાર કરીને જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જોકે વલસાડના નારગોલમાં તો ધારાસભ્ય સહિતના નેતાઓએ તો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કરવા માટે સીડી નહીં હોઈ અનોખો પ્રયોગ કર્યો હતો. નેતાઓએ સીડી નહીં તો જેસીબીને અજમાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ શામળાજી ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારુ ભરેલ કન્ટેનર ઝડપાયુ, 25 લાખના જથ્થા સાથે એકની ધરપકડ

પૂર્વ મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને તેમના સાથેના સ્થાનિક અગ્રણીઓ અને નેતાઓએ સરદાર પટેલને હાર પહેરાવવા માટે જેસીબીની મદદ લીધી હતી. નેતાઓ જેસીબી પર ચડ્યા અને જેસીબીથી નેતાઓને એક સાથે ઉંચા કરીને પ્રતિમાની નજીક પહોંચાડ્યા હતા. જેથી તેઓએ જેસીબી પર રહીને સરદાર પટેલને હારતોરા કર્યા હતા. જોકે નેતાઓની આ રીતે હારતોરા કરવાની રીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 31, 2023 11:22 PM
g clip-path="url(#clip0_868_265)">