Surat : ઉન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, ભેસ્તાન પોલીસ પર ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ, જુઓ Video
સુરતના ઉન વિસ્તારમાં માથાભારે શખ્સનો આતંક વધી રહ્યો છે. ભેસ્તાન પોલીસ પર અસામાજિક તત્ત્વએ ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. હયાતનગર સ્થિત હિન્દ હોટલ સામેનો બનાવ બન્યો છે.
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરતના ઉન વિસ્તારમાં માથાભારે શખ્સનો આતંક વધી રહ્યો છે. ભેસ્તાન પોલીસ પર અસામાજિક તત્ત્વએ ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. હયાતનગર સ્થિત હિન્દ હોટલ સામેનો બનાવ બન્યો છે. યુનુસ મુઝફ્ફર પઠાણ નામના શખ્સે PCR વાનને ફિલ્મી સ્ટાઈલમાં મારી ટક્કર હતી.
ભેસ્તાન પોલીસ ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ
નશામાં ધૂત યુનુસ પઠાણ ઉર્ફે ટેણીને પોલીસે પકડવાનો પ્રયાસ કર્યો હતો. કાળા રંગની સ્કોર્પીઓ ગાડીમાં બેસીને આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. આરોપીની કારની સ્પીડ વધારે હોઈ પોલીસની PCR વાન ફંગોળાઈ ગઈ હતી. સરકારી ગાડીને ટક્કર મારી આરોપી ફરાર થયો હતો. તેમજ હત્યાના પ્રયાસ બદલ યુનુસ મુઝફ્ફર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભેસ્તાન પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Videos