Ahmedabad Video : વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ, ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં રેકેટનો થયો પર્દાફાશ
અમદાવાદમાં ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયુ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. નબીરાઓ વિદેશથી ડ્રગ્સ મગાવતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે.
ગાંધીના ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ છતા અવારનવાર ડ્રગ્સ,ચરસ તેમજ દારુ સહિતના નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયુ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે.
મળતી માહિતી અનુસાર અમેરિકાથી ફોરેન પોસ્ટ ઓફિસમાં આ ડ્ર્ગ્સ આવ્યુ હતુ. પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સંલમાં હાઈબ્રિડ અને લિક્વિડ ગાંજો ભરેલો હોવાનું સામે આવ્યુ છે. 58 પાર્સલોમાંથી હાઇબ્રીડ ગાંજો, વનસ્પતિ અને લિક્વિડ બોટલો મળી આવી છે. લિક્વિડ ફોર્મમાં 60 બોટલો મળી આવી છે.
અમેરિકા, કેનેડા અને યુકેથી તમામ પાર્સલ અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા શહેરના નબીરાઓ ગાંજો મંગાવતા હતા. ક્રાઈમ બ્રાન્ચે કરેલી પૂછપરછમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. 20 દિવસ પહેલા પણ અમદાવાદના શાહીબાગમાં ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાંથી આ પ્રકારના શંકાસ્પદ પાર્સલ મળી આવ્યુ હતુ.