સુરતમાં ડાયમંડ બુર્સનું આજે ઉદ્દઘાટન થઈ ગયુ છે. ત્યારે સુરતના તમામ હિરા કારોબારીઓ અને જ્વેલરીના વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. સુરતના હિરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ tv9 સાથે ખાસ વાતચીત કરી. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે સુરતમાં જ હવે ડાયમંડ ટ્રેડિંગ શરૂ થવાથી સુરતની ઈન્ડસ્ટ્રીને ચાર ચાંદ લાગશે. જો સુરતમાંથી જ ટ્રેડિંગ શરૂ થઈ જશે તો 10માંથી 9 ડાયમંડ એકલા સુરતમાંથી જ બનશે અને સુરત તમામ મેટ્રો શહેરોને પાછળ છોડી ઘણુ આગળ નીકળી જશે.
સવજી ધોળકિયાએ વધુમાં જણાવ્યુ કે હવે મોટી મોટી ઈન્ડસ્ટ્રી સુરત ટ્રાન્સફર થશે તેમા કોઈ શંકા નથી. અગાઉ મોટા ભાગના ઉદ્યોગકારો મુંબઈ તરફ દોડ લગાવતા હતા પરંતુ હવે ડાયમંડ બુર્સને કારણે મોટાભાગની ઈન્ડસ્ટ્રી અહીં શિફ્ટ થશે. સુરત હવે ટ્રેડ઼િંગનું પણ હબ બનવા જઈ રહ્યુ છે ત્યારે તમામ ઈન્ડસ્ટ્રીઓને સુરત આવવુ તો પડશે જ તેવો દાવો પણ સવજી ધોળકિયાએ કર્યો.
આ પણ વાંચો: ડાયમંડ બુર્સ અંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું નિવેદન, સુરત હવે ખરા અર્થમાં ગ્લોબલ સિટી બનશે- વીડિયો
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો