આગામી 48 કલાકમાં ભૂકા બોલાવશે મેઘરાજા, રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી- Video

આગામી 48 કલાકમાં ભૂકા બોલાવશે મેઘરાજા, રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી- Video

| Updated on: Sep 27, 2024 | 5:38 PM

વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં મેઘરાજા વિદાય લેવાના મૂડમાં હજુ જણાતા નથી. રાજ્યમાં હજુ નવરાત્રી સુધી છુટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાક અતિ ભારે છે. બે દિવસમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેમા ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે.

સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. સૌરાષ્ટ્રમાં પણ છુટા છવાયા વરસાદની આગાહી છે. જેમા ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે.

આ તરફ ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 125 તાલુકામાં વરસાદ વરસ્યો. નર્મદાના સાગબારામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પડ્યો. સુરેન્દ્રનગરના ચુડા અને બનાસકાંઠાના દાંતામાં પણ 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઉમરપાડા, ખેડા અને નડિયાદમાં પણ 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો. રાજ્યના 25 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 27, 2024 05:16 PM
g clip-path="url(#clip0_868_265)">