જાફરાબાદમાં શિક્ષકની બદલી થતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા વિદ્યાર્થીઓ, ગામલોકોએ અશ્વ પર બેસાડી આપી વિદાય – Video

અમરેલીમાં આવેલા જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામના એક શિક્ષકની વિદ્યાર્થીઓને એવી તો માયા લાગી કે શિક્ષકની બદલી થઈ તો વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. પોતાના વ્હાલા સરને છોડવા માટે વિદ્યાર્થીઓ તૈયાર ન હતા. રઘુ રમકડાથી સમગ્ર ગામમાં જાણીતા થયેલા આ શિક્ષકની બદલીએ સહુ કોઈની આંખમાં પાણી લાવી દીધા. જો કે ગામલોકોએ પણ શિક્ષકને ભાવભીની વિદાય આપી. શિક્ષકને ઘોડા પર બેસાડી તેમનું સન્માન કર્યુ અને અશ્રુભરી આંખે વિદાય આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2024 | 3:35 PM

છેલ્લા થોડા દિવસોથી એક બાદ એક શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવી છે. જેણે શિક્ષણ જગત સામે અનેક સવાલ ખડા કર્યા છે. ત્યારે સાચો ગુરુ કેવો હોય તે દર્શાવતા દૃશ્યો અમરેલીના જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામના આ શિક્ષકે સાર્થક કર્યુ છે. રઘુ રમકડાથી જાણીતા મિતિયાળા ગામના આ શિક્ષકે વિદ્યાર્થીઓમાં પોતાની એવી અમીટ છાપ છોડી કે વિદ્યાર્થીઓ હોંશે હોંશે શાળાએ આવતા. આ શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. વિદ્યાર્થીઓ તો છોડો ખુદ ગામલોકો પણ શિક્ષકની બદલીથી રડી પડ્યા અને સહુ કોઈએ શિક્ષકને અશ્રુભરી આંખે શિક્ષકને વિદાય આપી હતી.

શિક્ષકની વિદાય સમયે વિદ્યાર્થીઓની સાથે ગામલોકોની પણ આંખો થઈ ભીની

મિતિયાળાના આ શિક્ષક રઘુ રમકડા તરીકે ઓળખાતા હતા. તેનુ કારણ એ હતુ કે તેઓ બાળકોને પસંદ પડે તે રીતે રમકડાથી રમાડતા રમાડતા શિક્ષણ આપતા હતા. આથી બાળકોમાં શિક્ષક ઘણા માનીતા બન્યા હતા. હવે જ્યારે મિતિયાળા ગામ છોડીને અન્ય જગ્યાએ શિક્ષકની બદલી થઈ તો વિદ્યાર્થીઓ રડી પડ્યા. ગામલોકોની આંખો પણ ભીની થઈ ગઈ. જો કે ગામલોકોએ પણ શિક્ષકને આજીવન સારા સંભારણુ બની રહે એવી વિદાય આપી, શાલ ઓઢાડી તેમનુ સન્માન કર્યુ અને ઘોડા પર બેસાડી તેમને વિદાય આપી હતી.

શિક્ષકની તેમના વતન માંડવડા બદલી થઈ છે. આ શિક્ષકને તેમની ભણાવવાની અનોખી શૈલીના લીધે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પણ અનેકવાર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

Input Credit- Jayde Kathi- Amreli

 

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">