24.9.2024

કાશ્મીરી રાજમા આ રીતે બનાવી તમારા ડિનરને બનાવો ખાસ

Image - getty Image

કાશ્મીરી રાજમાં સ્વાદમાં અદભુત હોય છે. જેને ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે.

સૌથી પહેલા રાજમાને 7 થી 8 કલાક પલાળી દો. ત્યારબાદ કુકરમાં મીઠું અને પાણી ઉમેરી બાફી લો.

તમે ઈચ્છો તો રાજમામાં ચપટી બેકિંગ સોડા ઉમેરી શકો છો. 4-5 કૂકરની સીટી વગાડી ગેસ બંધ કરી દો.

હવે એક પેનમાં મસ્ટર્ડ ઓઈલ અથવા કોઈ પણ તેલ લો. તેમાં લવિંગ, તજ, તમાલપત્ર, ઈલાયચી સહિતના આખા મસાલા ઉમેરો.

ત્યાર બાદ તેમાં એક ચમચી હિંગ ઉમેરો. તેમજ લસણ, આદું અને લીલા મરચાની પેસ્ટ ઉમેરીને સાંતળી લો.

હવે પેનમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી સાંતળી લો. ત્યાર બાદ તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરી તેલ છુટુ પડે ત્યાં સુધી થવા દો.

હવે સ્વાદ અનુસાર મીઠું, મરચુ, ધાણા- જીરું સહિતના મસાલા ઉમેરી તેમાં રાજમાં ઉમેરી 15 મીનીટ થવા દો.

તમે ગરમા ગરમ રાજમામાં ધાણા ઉમેરી ભાત સાથે અથવા તો પરોઠા સાથે સર્વ કરી શકો છો.