Rain News : પંચમહાલના ગોધરામાં વાતાવરણમાં પલટો, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી એક વાર પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પંચમહાલના ગોધરામાં વાતાવરણમાં આજે એકા એક પલટો આવ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી એક વાર પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પંચમહાલના ગોધરામાં વાતાવરણમાં આજે એકા એક પલટો આવ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદને લીધે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. બીજી તરફ બોટાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.
દાહોદમાં વરસ્યો ધોધમાર વરસાદ
દાહોદમાં વરસાદના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. તેમજ દાહોદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી ગરકાવ થયા હતા.તો દાહોદ,સિંગવડ નગર, લીમડી, મીરાખેડી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
Published on: Sep 24, 2024 11:23 AM
Latest Videos