AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીનગરની ચન્નાપોરા બેઠકના ઉમેદવાર છે સૌથી અમિર, જાણો જમ્મુ કાશ્મીરના કરોડપતિ ઉમેદવારો

872 ઉમેદવારોમાંથી 410 (47 ટકા) કરોડપતિ છે. 2014ની જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 831 ઉમેદવારોમાંથી 317 (38 ટકા) કરોડપતિ હતા. 2024માં ચૂંટણી લડતા ઉમેદવાર દીઠ સરેરાશ સંપત્તિ 3.65 કરોડ રૂપિયા છે. 2014ની જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં 831 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.93 કરોડ રૂપિયા હતી.

શ્રીનગરની ચન્નાપોરા બેઠકના ઉમેદવાર છે સૌથી અમિર, જાણો જમ્મુ કાશ્મીરના કરોડપતિ ઉમેદવારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2024 | 3:30 PM
Share

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર ના તો ભાજપના છે કે ના તો કોંગ્રેસના. આ નેતાનું નામ છે અલ્તાફ બુખાર. તેમની કુલ સંપત્તિ 165 કરોડ રૂપિયા છે. અલ્તાફ શ્રીનગરની ચન્નાપોરા સીટ પરથી ચૂંટણીના જંગમાં નસીબ અજમાવી રહ્યો છે. અહીં બીજા તબક્કા હેઠળ 25 સપ્ટેમ્બરે મતદાન થશે.

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. અહીં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન, ભાજપ અને પીડીપી સામેસામે લડી રહ્યાં છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગઈ છે. બીજા રાઉન્ડની ચૂંટણી આવતીકાલ 25મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. જાણો જમ્મુ કાશ્મીરના સૌથી અમીર ઉમેદવાર વિશે ?

કરોડપતિ ઉમેદવારો

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અનુસાર, જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટીના સૈયદ મોહમ્મદ અલ્તાફ બુખારી ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છે. તેમની કુલ સંપત્તિ 165 કરોડ રૂપિયા છે. બુખારી શ્રીનગરની ચન્નાપોરા સીટ પરથી નસીબ અજમાવી રહ્યા છે. શ્રીનગરની ચન્નાપોરા સીટ પર બીજા તબક્કા હેઠળ 25 સપ્ટેમ્બરે મતદાન થશે. જ્યારે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તારિક હમીદ 148 કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. ભાજપના દેવેન્દ્ર સિંહ રાણાની કુલ સંપત્તિ 126 કરોડ રૂપિયા છે અને તેઓ ત્રીજા સ્થાને છે. રાણા જમ્મુની નગરોટા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની 90 બેઠકો છે. પ્રથમ તબક્કા માટે 18 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. બીજા તબક્કા માટે 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કા માટે 1 ઓક્ટોબરે મતદાન થશે. પરિણામ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને જમ્મુ અને કાશ્મીર ઈલેક્શન વોચે 873માંથી 872 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે.

કેટલા કરોડપતિ ઉમેદવારો

872 ઉમેદવારોમાંથી 410 (47 ટકા) કરોડપતિ છે. 2014ની જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 831 ઉમેદવારોમાંથી 317 (38 ટકા) કરોડપતિ હતા. 2024માં ચૂંટણી લડતા ઉમેદવાર દીઠ સરેરાશ સંપત્તિ 3.65 કરોડ રૂપિયા છે. 2014ની જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં 831 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.93 કરોડ રૂપિયા હતી.

મુખ્ય પક્ષોની વાત કરીએ તો ભાજપના 62 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 9.13 કરોડ રૂપિયા છે. જ્યારે નેશનલ કોન્ફરન્સના 56 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 8.26 કરોડ રૂપિયા છે. કોંગ્રેસના 39 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 8.08 કરોડ રૂપિયા છે. પીડીપીના 80 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 5.27 કરોડ રૂપિયા છે. રિપોર્ટ અનુસાર BSPના 28 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.59 કરોડ રૂપિયા છે.

g clip-path="url(#clip0_868_265)">