Narmada News : નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટર પહોંચી, 42 ગામને અપાયુ એલર્ટ, જુઓ Video
સરદાર સરોવરની જળસપાટીમાં ફરી સામાન્ય વધારો થયો છે. ઉપરવાસમાંથી 1 લાખ 32 હજાર 221 ક્યુસેક પાણીની આવક થતા સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની 138.27 મીટર સપાટી પોંહચી છે.
સરદાર સરોવરની જળસપાટીમાં ફરી સામાન્ય વધારો થયો છે. ઉપરવાસમાંથી 1 લાખ 32 હજાર 221 ક્યુસેક પાણીની આવક થતા સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની 138.27 મીટર સપાટી પોંહચી છે. નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટી 138.68 મીટરથી માત્ર 41 સેન્ટીમીટર દૂર છે. નર્મદા નદીમાં કુલ 47 હજાર 183 ક્યૂસેક પાણી છોડાયું છે. વડોદરા ભરૂચ અને નર્મદાના 42 ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે.
રાજ્યના 12 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. તેમજ મધ્ય ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ તરફ અમદાવાદ અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળે તેવી શક્યતા છે. બીજી તરફ સુરત, નવસારી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ અમદાવાદના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. સામાન્ય તાપમાન કરતા 1.7 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 33 થી 34 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.