કાવ્યા મારનને લાગ્યો સૌથી મોટો ઝટકો

23 Sep, 2024

IPL ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદના CEO કાવ્યા મારનને મોટું નુકસાન થયું છે.

કાવ્યા મારનને તેના પિતાની મીડિયા કંપની સન ટીવી નેટવર્કના શેર દ્વારા આ નુકસાન થયું છે.

સન ટીવી નેટવર્કના શેરમાં તેની રેકોર્ડ હાઈથી 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

9 ઓગસ્ટના રોજ કંપનીના શેર રૂપિયા 921.60ના રેકોર્ડ હાઈ પર હતા. ત્યારથી તેમાં 100 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.

જો વર્તમાન સમયની વાત કરીએ તો સન ટીવી નેટવર્કના શેરની કિંમત 819.85 રૂપિયા પર પહોંચી ગઈ છે.

આ 45 દિવસમાં સન ટીવી નેટવર્કના માર્કેટ કેપમાં રૂપિયા 4,010 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે.

આ ઘટાડાને કારણે 23 સપ્ટેમ્બરે સન ટીવી નેટવર્કનું માર્કેટ કેપ ઘટીને રૂપિયા 32,309.03 કરોડ પર આવી ગયું છે.

જ્યાં 9 ઓગસ્ટે કંપનીના શેર રેકોર્ડ સ્તરે હતા ત્યાં માર્કેટ કેપ રૂપિયા 36,318.84 કરોડ જોવામાં આવ્યું હતું.