ભારતની રાજધાની રહી ચુક્યુ છે આ હિલ સ્ટેશન, વરસાદ આવતા જ બની જાય છે સ્વર્ગ

24 Sep. 2024

આમ તો ભારતમાં અનેક હિલ સ્ટેશન આવેલા છે. પરંતુ કેટલાક એવા હિલ સ્ટેશન પણ છે જેની સુંદરતા તમને ધરતી પરના સ્વર્ગની અનુભૂતિ કરાવે છે.

સ્વર્ગની અનુભૂતિ

આજે અમે આપને એક એવા હિલ સ્ટેશન વિશે જણાવશુ જે ક્યારેક ભારત દેશની રાજધાની પણ રહી ચુક્યુ છે. 

દેશની રાજધાની

શું તમે જાણો છો કે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા એક સમયે દેશની રાજધાની રહી ચુક્યુ છે. 

શિમલા હિલ સ્ટેશન

બ્રિટિશ કાળમાં શિમલાને સમર કેપિટલ એટલે કે દેશની ગ્રીષ્મકાલીન રાજધાની બનાવવામાં આવ્યુ હતુ.

સમર કેપિટલ

જો તમે શિમલા ફરવા માટે જાઓ છો તો એકવાર ધ રિઝ પ્લેસની મુલાકાત જરૂર લો. આ ત્યાંના મોલ રોડ પર આવેલુ એક ચર્ચ છે જે વરસાદી સિઝનમાં અત્યંત સુંદર દેખાય છે.

ધ રિજ પ્લેસ

શિમલાથી લગભગ 17 કિલોમીટર દૂર આવેલ કુફરી પણ તમે ફરવા જઈ શકો છો. અહીં આપને અનેક પ્રકારના એડેન્ચર કરવા પણ મળશે.

કુફરી

હિમાલયની ગોદમાં આવેલ નારકંડા કુદરતી સૌદર્યનો ખજાનો છે. અહીં આપને પ્રકૃતિના અનેક નઝારા જોવા મળશે. અહીં આપ એડવેન્ચર પણ કરી શકો છે. કેમ્પિંગનો પણ આનંદ લઈ શકો  છો. 

નારકંડા

શિમલાથી લગભગ બે કિલોમીટર દૂર પર જાખુ મંદિર આવેલુ છે. જે ઘણુ પ્રાચીન છે. અહીં આપને હનુમાનજીની 108 ફુટ ઉંચી મૂર્તિ જોવા મળશે. 

હનુમાનજીની મૂર્તિ

શિમલા પહોંચ્યા બાદ જુબ્બલ હટ્ટીમાં એક ઍરપોર્ટ આવેલુ છે જ્યાથી દિલ્હી અને ચંડીગઢથી નિયમિત ફ્લાઈટ જાય છએ. આપ ટ્રેન અને બસથી પણ જઈ શકો છો.

જવાનો રસ્તો