Rain News : દાહોદ પંથકમાં લાંબા વિરામ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ Video
દાહોદમાં વરસાદના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. તેમજ દાહોદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી ગરકાવ થયા હતા.
દાહોદમાં વરસાદના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. તેમજ દાહોદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી ગરકાવ થયા હતા. તો દાહોદ,સિંગવડ નગર, લીમડી, મીરાખેડી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યના 12 જિલ્લાઓમાં અપાયું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. તેમજ મધ્ય ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
આ તરફ અમદાવાદ અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ સામાન્ય તાપમાન કરતા 1.7 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 33 થી 34 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.