Rain Video : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ- જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જો છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો એટલે કે આજે સવારે 6 વાગ્યા સુધી વિજયનગરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જો છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો એટલે કે આજે સવારે 6 વાગ્યા સુધી વિજયનગરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખેડબ્રહ્મા અને વડાલીમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ઈડરમાં પોણા બે ઈંચ, હિંમતનગરમાં સવા ઈંચ, પ્રાંતિજ અને પોશીનામાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ રાત્રી દરમિયાન અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે.
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં સૌથી વધારે ભિલોડામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. બાયડમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. મોડાસામાં દોઢ ઈંચ, મેઘરજમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે. જો કે વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. જ્યારે સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.