Mehsana : જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા, જુઓ Video
મહેસાણામાં પણ આવી જ એક જૂથ અથડામણની ઘટના બની છે. મહેસાણાના જગુદનમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે. જૂથ અથડામણમાં 10 લોકોને ઈજા થઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
રાજ્યમાં કેટલીકવાર જૂથ અથડામણની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મહેસાણામાં પણ આવી જ એક જૂથ અથડામણની ઘટના બની છે. મહેસાણાના જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે. જૂથ અથડામણમાં 10 લોકોને ઈજા થઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. તેમજ જગુદનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
જામનગરમાં થઈ હતી જૂથ અથડામણ
બીજી તરફ આ અગાઉ જામનગરમાં દિવાળીના ફટાકડા ફોડવા બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થયુ હતુ. દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બંન્ને જૂથના 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા જ જામનગર શહેર પોલીસ ટીમ દોડી આવી હતી. પોલીસ દ્વારા 2 પક્ષ સામે વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
Published on: Nov 02, 2024 11:06 AM
Latest Videos