ઘર કે શાળાની આસપાસ મોબાઈલ ટાવર હોય તો તેની શરીર પર કેવી જોખમી અસર થાય છે? મોબાઈલ ટાવર લગાવવાના શું છે નિયમો-જાણો- Video
જો તમારા ઘરની આસપાસમાં મોબાઈલ ટાવર હોય તો તેની આપણા શરીર પર કેવી વિપરીત અસર થાય છે અને તેનાથી જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે. મોબાઈલ ટાવરમાંથી નીકળતા કિરણોને કારણે થતા જોખમો વિશે આપ અહીં સ્ટેપ બાય સ્ટેપ જાણકારી મેળવી શકશો.
મોબાઈલ ટાવર ઘરની નજીક કેમ ન લગાવવા જોઈએ તેના શું જોખમો છે, તેની આપણા શરીર પર કેવી અસર થાય છે તેના વિશે ભાગ્યે જ લોકોને જાણકારી હોય છે. આજે તમને જણાવીએ કે ખરેખર તે કેટલુ જોખમી છે.
મોબાઈલ ટાવરની શરીર પર કેવી અસર ?
- મોબાઇલ ટાવર આસપાસના 100 મીટર વિસ્તારમાં સૌથી વધુ અસર
- 500 મીટર વિસ્તાર બાદ તેની અસર નહિંવત થઈ જાય
- રેડિએશનના લીધે લાંબા ગાળે વ્યક્તિની નર્વસ સિસ્ટમ પર અસર
- નર્વસ સિસ્ટમને અસર થતાં મગજના કાર્યમાં વિક્ષેપ થાય
- લો બ્લડ પ્રેશર અને સ્કીન કેન્સર થવાની પણ સંભાવના
- વ્યક્તિને 19 મિનિટ માઇક્રોવેવમાં રાખવાથી જે અસર થાય
- તેવી જ અસર 24 કલાકમાં મોબાઈલ ટાવરના રેડિએશનની થાય
- મોબાઇલ ટાવરની નજીકમાં રહેતી વ્યક્તિને બ્રેઇન ટયૂમરની શક્યતા
- બ્રેસ્ટ કેન્સર, ફેફસાનું કેન્સર, આંતરડાનું કેન્સર થવાની પણ સંભાવના
- સ્વાદુપિંડનું કેન્સર જેવી જીવલેણ બીમારીની શક્યતા વધી જાય
- પુરુષના શુક્રાણુ પર અસર થતાં ફળદ્રુપતા ઘટી શકે
- ટૂંકાગાળાની અસરોમાં રેડિએશનથી વ્યક્તિને માંસપેશીઓના દુ:ખાવા
- હાથપગ કે માથું દુ:ખવાની ફરિયાદ રહે
- સ્ત્રીઓના ગર્ભસ્થ શિશુનાં વિકાસ પર પણ માઠી અસર
- મોબાઇલ ટાવરની આસપાસના 10 મીટરમાં વ્યક્તિને ગંભીર અસર
- સામાન્ય વ્યક્તિની સરખામણીમાં 10,000થી એક કરોડ ગણા વધારે રેડિયેશન શોષે
- મોબાઇલ ટાવરને કારણે ચકલીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
શું છે મોબાઈલ ટાવરના નિયમો?
- શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલથી ટાવર દૂર હોવા જોઈએ
- 100 મીટરના દાયરામાં કોઈ પણ એન્ટેના ન હોવા જોઈએ
- એક કિલોમીટરના દાયરામાં બીજો મોબાઈલ ટાવર ન હોવો જોઈએ
- આસપાસના વિસ્તારમાં જે સૌથી ઊંચું બિલ્ડિંગ હોય તેને ધ્યાનમાં રાખવું
- નજીકના ઉંચા બિલ્ડિંગ કરતાં મોબાઈલ ટાવરની ઊંચાઈ વધુ હોવી જોઈએ
- એક મોબાઈલ ટાવરમાં બે કરતાં વધુ એન્ટેનાને મંજૂરી આપવી નહીં
- અમદાવાદ અને ગુજરાતમાં આમાંથી મોટાભાગના નિયમનું પાલન નહીં