હાર્દિક પંડ્યાનો વડોદરામાં ભવ્ય રોડ શો ખુલ્લી બસમાં યોજાયો, મોટી સંખ્યામાં ઉમટ્યા ક્રિકેટપ્રેમીઓ, જુઓ વીડિયો
ટી20 વિશ્વકપ 2024 જીત્યા બાદ હાર્દિક પંડ્યા વતન ગુજરાત પહોંચ્યો હતો. જ્યાં હાર્દિક પંડ્યાનો વિશાળ રોડ શો યોજવામાં આવતા મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો અને વડોદરા વાસીઓ ઉમટી પડ્યા હતા. રોડ શો ત્રણ કિલોમીટર લાંબો યોજવામાં આવ્યો હતો.
હાર્દિક પંડ્યાનો રોડ શો વડોદરામાં યોજાયો હતો. ટી20 વિશ્વકપ 2024 જીત્યા બાદ હાર્દિક પંડ્યા વતન ગુજરાત પહોંચ્યો હતો. જ્યાં હાર્દિક પંડ્યાનો વિશાળ રોડ શો યોજવામાં આવતા મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો અને વડોદરા વાસીઓ ઉમટી પડ્યા હતા. રોડ શો ત્રણ કિલોમીટર લાંબો યોજવામાં આવ્યો હતો. ખુલ્લી બસમાં વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાનું સ્વાગત વડોદરા વાસીઓએ કર્યું હતુ.
ઓપન બસમાં માંડવીથી અકોટા-સોલાર માર્ગ પર રોડ શો યોજાતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જ્યાં વડોદરા વાસીઓ અને ક્રિકેટ પ્રેમીઓનું અભિવાદન હાર્દિકે ઝીલ્યું હતુ. મુંબઈમાં પણ ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. જ્યાં ભારતીય ટીમના ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ
Latest Videos