પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ
આરોપી સાથે રાજકીય નેતાઓ આ ષડયંત્ર રચવામાં સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રફુલ પટેલ અને ધારાસભ્યની લોકપ્રિયતાને હાની પહોંચે એ પ્રકારે બદનામ કરવાના આશયથી કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે, એ અંગેની તપાસ શરુ કરવામાં આવી છે.
પૂર્વ ગૃહપ્રધાન અને લક્ષદ્વીપ અને દમણ દીવના પ્રશાસક પફુલ પટેલ અને હિંમતનગરના ધારાસભ્ય વિડી ઝાલાને બદનામ કરવા માટે ષડયંત્ર રચવાની પોલીસ ફરિયાદ હિંમતનગરમાં નોંધાઈ હતા. પોલીસે આરોપી ઉમંગ પંચાલ નામના શખ્શની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ બાદ આરોપી ઉમંગ પંચાલ ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેને શોધી નિકાળીને જેલને હવાલે કર્યો હતો.
આરોપી ઉમંગ પંચાલ સાથે રાજકીય નેતાઓ આ ષડયંત્ર રચવામાં સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રફુલ પટેલ અને ધારાસભ્યની લોકપ્રિયતાને હાની પહોંચે એ પ્રકારે બદનામ કરવાના આશયથી કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. જેમાં મંદિરનો સંદર્ભ પણ જોડવામાં આવતા અનંતેશ્વર મંદિરના ટ્રસ્ટીએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આરોપી ઉમંગ પંચાલ અગાઉ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં કામકાજ કરતો હતો. આ દરમિયાન પણ તેણે પક્ષને નુક્સાન પહોંચે એ પ્રકારનું વર્તન દાખવતો હોવાનો આક્ષેપો શરુ થયા હતા. જેને લઈ લોકસભાની ચૂંટણી ટાણે ભાજપ કાર્યાલયથી હટાવાયો હતો. આ દરમિયાન ઉમંગ પંચાલે લોકસભાના અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેવાનો દાવો કર્યો હતો. જે પક્ષ વિરોધી પ્રવૃત્તી હોવા છતાં દૂર નહીં કરાતા કેટલાક નેતાઓ તેને છાવરતા હોવાના પણ સવાલો ઉભા થયા હતા. હવે પોલીસે તેના મોબાઇલ અને ટેબલેટ સહિતના ગેજેટ જપ્ત કરી લીધા છે. જેની તપાસ હાથ ધરવામાં આવશે અને તેની સાથે ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે, એ અંગેની તપાસ શરુ કરવામાં આવી છે.