Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video : ડાકોરના ઠાકોર સાથે ભક્તો રમ્યા હોળી, રણછોડરાયજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા

Gujarat Video : ડાકોરના ઠાકોર સાથે ભક્તો રમ્યા હોળી, રણછોડરાયજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 07, 2023 | 1:29 PM

Kheda: ડાકોરમાં રંગોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રણછોડરાયજી મંદિરના દ્વાર પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકી દેવાયા છે. ડાકોરના ઠાકોર સાથે ભક્તો હોળી રમી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ભક્તિના રંગમાં રંગાયા છે.

આજે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ખાતે ઉત્સાપૂર્વક ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. પૂનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજીની નિત્‍ય સેવા પૂજા સમયાનુસાર સવારે 4:00 વાગે કરવામાં આવી હતી. આજે વહેલી સવારે રાજા રણછોડરાયજીની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્‍યાર બાદ વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવા જિલ્‍લા વહીવટી તંત્ર અને જિલ્‍લા પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પૂજા વિધિ કરી ધજા ચઢાવવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્‍લા કલેકટરએ જણાવ્‍યું હતું કે જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી અને ભાવિ ભક્તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના રણછોડજી મહારાજના દર્શન કરી શકશે. સાથોસાથ કલેકટર દ્વારા જિલ્લાના અને રાજયના પ્રજાજનોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પ્રશાસન, સેવા સંચાલકો, નગરપાલીકા દ્વારા કરવામાં આવેલ સુચારુ વ્યવસ્થાની કામગીરી કલેકટર દ્વારા બિરદાવવામાં આવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે ભાવિ ભક્તોનું પ્રમાણ વધુ છે અને ભક્તો તથા પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.

આ પણ વાંચો: Holi 2023 : ડાકોરના ઠાકોરના દર્શન માટે રણછોડરાયજી મંદિર દ્વારા અગત્યની જાહેરાત 

ડાકોર મંદિર ખાતે શ્રધ્ધાળુઓએ ભારે આનંદ ઉત્સાહ સાથે ભગવાનના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. ડાકોર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. અબીલ ગુલાલ સાથે ભગવાન અને ભક્તોનો રંગોત્સવ ચાલી રહ્યો છે. ઠાકોરના ઠાકોર સાથે ભક્તો હોળી રમી રહ્યા છે. જય રણછોડ, માખણચોરના નાદજી રણછોડરાયજી મંદિર ગૂંજી ઉઠ્યુ છે. મોટી સંખ્યામાં ભક્તો ભક્તિના રંગમા રંગાઈ ગયા છે. ધામધૂમપૂર્વક રંગોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">