Gujarat Election 2022 : પીએમ મોદી 5 ડિસેમ્બરના રોજ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે
ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કામાં પીએમ મોદી અમદાવાદમાં 5 ડિસેમ્બરના રોજ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કામાં પીએમ મોદી અમદાવાદમાં 5 ડિસેમ્બરના રોજ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે.પીએમ મોદી લોકશાહીના પર્વમાં મતાધિકાર માટે આવશે. પીએમ મોદી સાબરમતી વિધાનસભા બેઠકના મતદાર છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે જેમાં સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં 19 જિલ્લાની 89 બેઠકો પર અંદાજે સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે મતદાન નર્મદામાં 68. 24 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે જામનગર જિલ્લામાં 58.42 ટકા મતદાન નોંધાયું હતું.
ગુજરાતમાં પ્રથમ તબકકામાં જિલ્લાવાર મતદાનની ટકાવારીની વાત કરીએ તો, કચ્છ 59.80 ટકા, સુરેન્દ્રનગર 62.46 ટકા, મોરબી 69.95 ટકા, રાજકોટ 60.45 ટકા, જામનગર 58.42 ટકા, દ્વારકા 61.71ટકા, પોરબંદર 59.51 ટકાજૂનાગઢ 59.52 ટકા, સોમનાથ 65.93 ટકા, અમરેલી 57.59 ટકા, ભાવનગર 53.28 ટકા, બોટાદ 57.58 ટકા, સુરત 62.27 ટકા, તાપી 76.91 ટકા, ડાંગ 67.33 ટકા, નવસારી 71.06 ટકા, વલસાડ 69.40 ટકા, ભરૂચ 66.31 ટકા અને નર્મદામાં 78.24 ટકા મતદાન નોંધાયું હતું
જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.