AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: પાટણમાં EVM મુદ્દે PMના કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસ EVMને કોસવાનું ચાલુ કરે એટલે સમજી લેવું કે કોંગ્રેસે ઉચાળા ભરી લીધા

Gujarat assembly election 2022: પાટણમાં સભા સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે,પાટણ એટલે મેળાઓની ધરતી. એક મેળો પુરો ન થાય ત્યાં બીજો મેળો શરૂ થઈ જાય. પાટણ એટલે ભવિષ્યની તસવીર છે.

Gujarat Election 2022: પાટણમાં EVM મુદ્દે PMના કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસ EVMને કોસવાનું ચાલુ કરે એટલે સમજી લેવું કે કોંગ્રેસે ઉચાળા ભરી લીધા
વડાપ્રધાને પાટણમાં સંબોધી જનસભા
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 4:15 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે. પાંચ ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજા તબક્કાનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. બીજા તબક્કાની બેઠકો કબ્જે કરવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ બનાસકાંઠાના કાંકરેજ બાદ પાટણમાં સભા સંબોધી હતી. જેમાં તેમણે EVM મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

EVM મુદ્દે ફરી કોંગ્રેસની ઝાટકણી કાઢી

દરેક ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો EVM સામે સવાલો ઉઠાવતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ EVM મુદ્દે ફરી કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી. પાટણમાં આયોજિત જંગી જનસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે ગુજરાતની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત જ છે અને એ જીત કોંગ્રેસે જ નિશ્ચિત કરી છે. કોંગ્રેસ જ્યારે EVMને કોસવાનું ચાલુ કરે એટલે તમારે સમજી લેવાનું કે કોંગ્રેસે ઉચાળા ભરી લીધા છે. કોંગ્રેસે મતદાન પૂર્ણ થાય એ પહેલા જ EVM સામે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું. કોંગ્રેસ ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો આપે છે અને ચૂંટણી પૂરી થાય એટલે EVMને ગાળો આપે છે.

મારા પ્રચારનો આજે છેલ્લો દિવસ છે- PM મોદી

પાટણમાં સભા સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે પાટણ એટલે મેળાઓની ધરતી. એક મેળો પુરો ન થાય ત્યાં બીજો મેળો શરૂ થઈ જાય. પાટણ એટલે ભવિષ્યની તસવીર છે. તો વધુમાં કહ્યું કે મારા પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. કોંગ્રેસે સ્વીકારી લીધુ છે કે ભાજપ જીતી રહી છે.

લોકોની સમસ્યાઓના રસ્તાઓ શોધવા એટલે ભાજપ- PM મોદી

વધુમાં PM મોદીએ કહ્યું કે ભરોસાનું બીજુ નામ ભાજપ, લોકોની સમસ્યોઓના રસ્તાઓ શોધવા એટલે ભાજપ. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કોગ્રેસે ગરીબોના નામે વાયદાઓ જ કર્યા. કોંગ્રેસે ગરીબ અને અમીર વચ્ચેનું અંતર વધાર્યું. અમારી સરકારે ઘેર-ઘેર ગેસ પહોંચાડ્યા. 11 કરોડથી વધારે શૌચાલયો બનાવ્યા અને માતા-બહેનોની તકલીફો દૂર કરી. અમે ઈમાનદારીથી કામ કરીને કટકી બંધ કરાવી. કોરોનાકાળમાં ગરીબો ભૂખ્યા ઉંઘે નહીં તેવી વ્યવસ્થા કરાવી.

આયુષ્યમાન યોજનાએ માતા-બહેનોને તાકાત આપી – PM મોદી

તો વધુમાં PM મોદીએ કહ્યું કે ઘરમાં કોઈ સભ્યને ગંભીર બિમારી આવી જાય તો તે 5 વર્ષ સુધી ઉભુ થઈ શકે નહીં. આયુષ્યમાન યોજનાએ માતા-બહેનોને તાકાત આપી. આયુષ્યમાન યોજનાથી 5 લાખ સુધીનો આરોગ્ય ખર્ચ સરકાર ઉપાડશે તો ઉમેર્યું કે સૌરઉર્જામાં પણ પાટણ દેશમાં ડંકો વગાડી રહ્યું છે. પહેલા રેલવે માટે આંદોલન ચાલતા હતા. આજે પાટણને રેલવે દ્વારા જોધપુર સુધી જોડવામાં આવ્યુ છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">