Mahisagar Video : મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લાખથી વધુ કિંમતના ડ્રગ્સ સાથે 4 લોકોની ધરપકડ
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે મહીસાગરમાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પર્દાફાશ થયો છે.
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે મહીસાગરમાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર 4.5 લાખના શંકાસ્પદ MD ડ્રગ્સ સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે કારમાં લઈ જવામાં આવતુ ડ્રગ્સ પોલીસે પકડ્યુ છે. સંતરામપુરના વાંકાનાળા પાસે પોલીસની કાર્યવાહી કરી હતી. પોલીસને શંકાસ્પદ કાર લાગતા તપાસ હાથ ધરવામાં આવી હતી. ડ્રગ્સનો જથ્થો ક્યાં લઈ જવાતો હતો તે દિશા તરફ તપાસ હાથ ધરવામાં આવી છે.
વાસણ બોડર પરથી ઝડપાયું હતુ MD ડ્રગ્સ
બીજી તરફ આ અગાઉ બનાસકાંઠાના વાસણ બોડર પરથી MD ડ્રગ્સ ઝડપાયું હતુ. લક્ઝરી બસમાંથી ચેકિંગ કરતા MD ડ્રગ્સ મળી આવ્યું હતુ. 42.84 ગ્રામ MD ડ્રગ્સ એક ઇસમની અટકાયત કરવામાં આવી હતી. ધાનેરા પોલીસે 4.34 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ધાનેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.