18.9.2024

રોટલી વધારે બની ગઈ છે ? બનાવો રોટલીની સ્વાદિષ્ટ કટલેટ

Image - Getty Images

રોટલી અને પૌઆની કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

સૌથી પહેલા પૌઆને ધોઈને 5 મિનીટ રેસ્ટ કરવા મુકી દો.

હવે વધેલી રોટલીને પીસી લો.ધ્યાન રાખો કે વધારે ઝીણું ન થઈ જાય.

ત્યારબાદ પૌઆ અને રોટલી ભૂકાને મિક્સ કરી બરાબર મસળી લો.

હવે આ મિશ્રણમાં લીલા મરચાની પેસ્ટ, મીઠું સહિતના મસાલા નાખો.

તેમજ આ મિશ્રણમાં સંચળ, લીંબુનો રસ, સામાન્ય ખાંડ ઉમેરી મિક્સ કરો.

આ ઉપરાંત તમે વરિયાળી અને લીલી કોથમીરને અંદર નાખી શકો છો.

હવે તમે આ મિશ્રણને કટલેટનો શેપ આપી શેલો ફ્રાય અથવા ફ્રાય કરી શકો છો.