વડોદરાનો યુવક એક જ પૈડાવાળી સાયકલ પર સવાર થઈ ગણેશજીને વિદાય આપવા નીકળ્યો- Video
શ્રીજીના આગમનને આજે 10 દિવસ પૂરા થયા છે. 10 દિવસની મહેમાનગતિ માણ્યા બાદ ગણેશજી આજથી તેમના નિજધામ જવાના છે ત્યારે શ્રીજીને અનોખી રીતે વિદાય અપાઈ રહી છે. જેમા વડોદરાના એક યુવકે એક જ પૈડાવાળી સાયકલ ચલાવી શ્રીજીને પોતાના હાથમાં બિરાજમાન કરી વિદાય આપવા માટે નીકળ્યો છે. યુવકનો આ વીડિયો હાલ ઘણો વાયરલ પણ થઈ રહ્યો છે. આપ પણ નિહાળો યુવકની અનોખી ભક્તિનો આ અનોખો વીડિયો..
10 દિવસ બાદ હવે ઠેર-ઠેર ભક્તો ગણેશજીનું વિસર્જન કરી રહ્યા છે. ત્યારે, ભક્તો ભગવાન પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને પ્રેમની લાગણીને અનોખી રીતે દર્શાવી રહ્યા છે. જુઓ વડોદરા આ અદભુત દ્રશ્યો. જ્યાં, એક યુવક એક પૈડાવાળી સાયકલ પર સવાર થઇને ગણેશજીનું વિસર્જન કરવા નીકળ્યો. ભગવાન શ્રીજીને પોતાના હાથમાં બિરાજમાન કર્યા અને ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર એક પૈડાવાળી સાયકલનું ખૂબ સરસ રીતે બેલેન્સ કર્યું.
સાથે, હોંશેહોંશે ગણપતિ બપ્પા મોર્યાના નાદ પણ ગૂંજાવ્યા. આ યુવકે વડોદરાના એરપોર્ટ સર્કલથી હરણી કૃત્રિણ તળાવ સુધી એક પૈડાવાળી સાયકલ ચલાવી અને ભાવવિભોર થઇ શ્રીજીનું વિસર્જન કર્યું. આ યુવકે પોતાની શ્રદ્ધા તો દર્શાવી સાથે પોતાનું ટેલેન્ટ પણ ઉજાગર કર્યું.
